<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

કાલે વિજયાદશમી પર્વે ક્ષત્રિય (ગિરાસદાર) સમાજ દ્રારા સમુહ શષાપુજન-શોભાયાત્રા

શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલયેથી શોભાયાત્રા આશાપુરા મંદિર પેલેસ રોડ જશે : પરંપરાગત પોશાકમાં યુવાનો, ભાઈઓ, વડીલોને બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા આહવાન

સતત પ૦ વર્ષથી ક્ષાત્ર પર્વ વિજયાદશમી  નિમિતે ચંદ્રસિંહજી (ભાડવા) સ્‍ટડી સર્કલ દ્વારા ભવ્‍ય શષા પૂજન અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આવતીકાલે  આ નિમિતે શોભાયાત્રા અને શષાપૂજન રજપુતપરા સ્‍થિત હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય ખાતે યોજાશે. જયાંથી શોભાયાત્રા આશાપુરા માતાજી મંદિરે પહોંચશે. કાર્યક્રમ અંગેની માહિતી કાર્યવાહક સમીતીએ અકિલા કાર્યાલય આપી ત્‍યારે સિનીયર પત્રકાર જયદેવસિંહ જાડેજા સાથે કાર્યવાહક સમીતીના સભ્‍યો નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૧: ક્ષાત્ર પર્વ વિજયાદશમીની રાજકોટ શહેરમાં શ્રી ક્ષત્રિય (ગિરાસદાર) સમાજની સંસ્‍થા શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્‍ટડી સર્કલ દ્વારા પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે. આવતી કાલે તા.૧૨/૧૦/૨૦૨૪ ને શનિવારના રોજ વિજયાદશમી પર્વ નિમિતે ક્ષત્રિય (ગિરાસદાર) સમાજ દ્રારા સમુહ શષાપુજન સાથે પરંપરાગત પોશાકમાં ઢોલ,શરણાઈ,અશ્વો,કેસરીયા ધ્‍વજ સાથે ભવ્‍ય શોભાયાત્રા નીકળશે.

રાજકોટ શહેરમાં છેલ્લા ૫૦ વર્ષથી યોજાતી ક્ષાત્ર પર્વ નિમિતના સમુહ શષાપુજન શોભાયાત્રા શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય, રજપુતપરા શેરી નં.૫ ખાતેથી આવતીકાલે બપોરે ૦૨-૩૦ થી આરંભ થશે છાત્રાલય ખાતે ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્‍ચાર સાથે ક્ષત્રિય(ગિરાસદાર) સમાજના યુવાનો, વડીલો પ્રથમ શષા પુજન કરશે બાદમાં શષાપુજન વિધી પૂર્ણ થયા બાદ પગપાળા શોભાયાત્રા રૂપે પેલેસ રોડ ખાતેના આશાપુરા મંદિરે જવા બપોરે ૦૩-૩૦ કલાકે ઙ્કસ્‍થાન કરશે.

રાજકોટ ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા, યુવરાજશ્રી જયદીપસિંહજી જાડેજા(રામરાજા) ની આગેવાનીમાં સમાજના મોભીઓ, મહેમાનોની ઉપસ્‍થિતિમાં પરંપરાગત પોશાક સાફા-પાઘડી સાથે શોભાયાત્રા છાત્રાલયથી રજપુતપરા, મ્‍યુનિસિપલ ચોક, ઢેબર ચોક, સર લાખાજીરાજ બાપુના સ્‍ટેચ્‍યુને પુજન બાદ ત્‍યાંથી ધર્મેન્‍દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ભુપેન્‍દ્ર રોડ અને પેલેસ રોડ પરના આશાપુરામાં ના મંદિર ખાતે શોભાયાત્રા પહોચશે જ્‍યાં રાજપરિવાર દ્વારા માતાજી સમક્ષ વૈદિક વિધાનો સાથે શષાોનું પુજન કરવામાં આવશે.

આશાપુરા મંદિરે શષાપુજન સાથે તલવારબાજીના કૌશલ્‍ય રજૂ કરાશે. ત્‍યારબાદ રણજીતવિલાસ પેલેસ ખાતે રાજકોટ રાજ પરિવાર દ્વારા શષા, ગાડી, રથ, અશ્વ પુજન સાથે છાત્રાલયના છાત્રો તેમજ અન્‍ય જાણકારો દ્વારા ક્ષાત્રશૌર્યની કલાકળતિઓ રજુ કરવામાં આવશે. પેલેસ ખાતે અલ્‍પાહાર સાથે કાર્યક્રમનું સમાપન થશે.ક્ષાત્રપર્વમાં રાજકોટ શહેર તેમજ આસપાસનાં ગામોમાં વસતા ક્ષત્રિય પરિવારના યુવાનો, ભાઈઓ, વડીલોએ પરંપરાગત પોશાક સાફા પાઘડી સાથે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રેહવા માટે શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્‍ટડી સર્કલની કાર્યવાહક સમિતિ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

આ અંગેની માહિતી અકિલા કાર્યાલય ખાતે આવલા રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈવાવડી), દિલજીતસિંહ જાડેજા (ભાતેલ), સત્‍યજીતસિંહ જાડેજા (કાળીપાટ), જયદેવસિંંહ જાડેજા (રીબ), ચંદ્રસિંહ જાડેજા (ખોખરી), રાજદીપસિંહ રાણા (વણા), છત્રપાલસિંહ જાડેજા (પડવલા)એ આપી હતી.

(4:50 PM IST)