News of Friday, 11th October 2024
આવતીકાલે ગોપી રાસોત્સવમાં રમાશે મેગા ફાઇનલઃ બહેનો ઉપર થશે લાખેણા ઇનામોની વર્ષા
રોજેરોજ વિજેતા થયેલી બહેનો વચ્ચે જામશે ક્વીન બનવાની સ્પર્ધાઃ મહાનુભાવોના હસ્તે ઇનામો આપવામાં આવશે

રાજકોટઃ સરગમ લેડીઝ કલબ દ્વારા ડી.એચ. કોલેજનાં મેદાનમાં આયોજિત ગોપી રાસોત્સવમાં રોજેરોજ જમાવટ થઇ રહી છે. બહેનો સતત ત્રણ કલાક સુધી માતાજીની આરાધના કરી રહી છે. આવતીકાલે તા. ૧૨ને શનિવારે મેગા ફાઇનલ રમાશે.
ગોપી રાસોત્સવમાં રોજેરોજ વિજેતા થયેલી બહેનો વચ્ચે મુખ્ય સ્પર્ધા થશે અને તેમાંથી શ્રેષ્ઠ પરફોર્મન્સ આપનાર ક્વીન બનશે.મેગા ફાઈનલમાં વિજેતા થનારી બહેનોને લાખેણા ઇનામો આપવામાં આવશે.
ગોપી રાસોત્સવમાં આઠમા નોરતે ડો. ભરતભાઇ બોઘરા (ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ), અતુલભાઈ રાજાણી (રાજકોટ શહેર ક્રોગ્રેસ પ્રમુખ), જશવંતસિંહ ભટ્ટી, ગોવિંદભાઈ પટેલ, ડો. ઘરમભાઈ કામલીયા, મેઘજીભાઈ રાઠોડ, અરવિંદભાઈ તાળા, ઈશ્વરભાઈ ત્રાડા, નેહલભાઈ શુક્લ, દીપકભાઈ સખીયા, વિનુભાઇ ગઢીયા, જીતુભાઈ ચંદારાણા, મુકેશભાઇ ચંદારાણા, પ્રતાપભાઈ પટેલ, પ્ર્ભુદાસભાઇ પારેખ (શિલ્પા લાઈફસ્ટાઈલ), અશોકભાઇ ઝીઝૂવાડિયા (રાધિકા જવેલર્સ), સંજયભાઈ પટેલ (તંત્રી ગુજરાત મીરર), ભરતભાઇ હપાણી, નિરજભાઈ આર્ય, બદીશભાઈ મોદી, ભાવેશભાઈ પટેલ, હિતેશભાઇ દીહોરા, શિલ્પાબેન પુજારા, ડી.કે. વાડોદરીયા, સુખદેવસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ જાડેજા, કમલભાઈ ત્રીવેદી, પરેશભાઈ ધીંગાણી ઉપસ્થિત રહ્યા હતા.
દસમા નોરતે મુખ્ય મહેમાન તરીકે રાકેશભાઈ દેસાઈ, અશ્વીનભાઈ મોલીયા, ઉમેશભાઈ શેઠ, મનીષભાઇ પાટડિયા,અરવિંદભાઈ શાહ, દિગ્વિજયસિંહ રાણા, મહેશ્વરી પૂજારી,જગદીશભાઈ અકબરી, નહલભાઇ શુક્લ, દિનેશભાઈ વીરાણી, ધીરુભાઈ શિંગાળા, નટુભાઇ શાહ, ભુપતસિંહ જાડેજા, પ્રમોદભાઈ ભમ્મર, હિતેષભાઇ કોઠારી, ભાયાભાઇ સાહોલિયા, ડી.કે. વાડોદરિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, જીગનેશભાઈ આદ્રોજા, સ્મિતભાઈ ત્રીવેદી, કાળુભાઈ કાનગડ, અશોકભાઈ કાથવાણી, અર્જૂનસિંહ રાણા, ભીખુભાઈ વિરાણી, જયોતિબેન ટીલવા, સુધાબેન ભાયા, ડો. બીનાબેન પટેલ, કિરણબેન માંકડિયા,જયશ્રીબેનસેજપાલ, આશાબેન શાહ, રેખાબેન ગોસલિયા, વિજયભાઇ પરમાર, અનિલભાઈ દેસાઈ, વિપુલભાઈ ઠેસિયા, વિરાભાઈ હુંબલ, મનુભાઈ મંડલિયા, વિજયભાઇ વાંક વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આયોજનને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, સુરેશભાઇ દેત્રોજા, કનૈયાલાલ ગજેરા, જયસુખભાઇ ડાભી , ડો.ચંદાબેન શાહ, નીલુબેન મહેતા,આરતીબેન ઠુમ્મર, કસકબેન સેતા, અસ્મિતાબેન ત્રીવેદી જહેમત ઉઠાવી રહ્યા છે.
(3:51 PM IST)










