News of Friday, 11th October 2024
કાલે આહિર સમાજના ૧૦ હજાર ભાઇ-બહેનો પરંપરાગત પહેરવેશ સાથે ગરબે ઘૂમશે
વેરવા ગામની આહીર રાસ મંડળી રાસ પ્રસ્તુ કરશેઃ ભવ્ય આયોજન

રાજકોટઃ આહીર ગરબા મંડળ (એજીએમ) દ્વારા એક દિવસીય નવરાત્રી રાસોત્સવનું ભવ્ય આયોજન કાલે તા. ૧ર શનિવારે સાંજે ૮ વાગ્યે સીઝન્સ હોટેલ અવધ રોડ ખાતે રાખવામાં આવ્યું છે. જેમાં ૧૦ હજાર જેટલા સમાજના મહીલાઓ અને ભાઇઓ પરંપરાગત વેશમાં કરોડોના ઘરેણા સાથે આ અમિત ઘોરડાનાં સુરે ગરબે ઘુમીને માં અંબાની આરાધના કરશે.
દ્વારકા ખાતે આહીરાણી મહારાસ બાદ રાજકોટમાં સૌ પ્રથમ વખત આહીર સમાજની ૧૦ હજારથી વધુ બહેનો તથા ભાઇઓ પરંપરાગત વેશ સાથે કરોડોના ઘરેણા સાથે ગરબે ઘુમશે.
આયોજનમાં સૂરજભાઇ ડેર, વિજયભાઇ મકવાણા, હાર્દિકભાઇ કાનગડ જોડાયા છે. આહીર સમાજના ભાઇઓ તથા બહેનોને પરંપરાગત પહેરવેશ પહેરી સાથે ઉપસ્થિત રહેવા યાદીના અંતમાં જણાવાયું છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:53 PM IST)










