<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

ભગવતીપરાનો રિક્ષા ડ્રાઇવર સમીરશા દેશી પિસ્‍તોલ, પાંચ કાર્ટીસ સાથે પકડાયો

બી-ડિવીઝનના ક્રિપાલસિંહ જાડેજા, રાજદિપસિંહ પટગીરની બાતમીઃ પીઆઇ એસ. એસ. રાથણે, પીએસઆઇ જે. આર. સોલંકી, મોહસીનખાન મેલેકની ટીમની કામગીરી

રાજકોટ તા. ૧૧: શહેરમાંથી વધુ એક શખ્‍સ ગેરકાયદે હથીયાર સાથે પકડાયો છે.  પરમ દિવસે એસઓજીની ટીમે એક શખ્‍સને પિસ્‍તોલ કાર્ટીસ સાથે કુચીયાદળ પાસેથી દબોચ્‍યો હતો. દરમિયાન બી-ડિવીઝન પોલીસે ભગવાતીપરા જયપ્રકાશનગર-૧માં રહેતાં સમીરશા ઇકબાલશા શાહમદાર (ઉ.વ.૨૯) નામના રિક્ષા ડ્રાઇવરને દેશી બનાવટની પિસ્‍તોલ અને પાંચ જીવતા કાર્ટીસ સાથે ભગવતીપરાથી બેડી ચોકડી તરફ જતાં રોડ પરથી પકડી લીધો છે.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે ડી. સ્‍ટાફના હેડકોન્‍સ. ક્રિપાલસિંહ જાડેજા, કોન્‍સ. રાજદિપભાઇ પટગીરને બાતમી મળતાં સમીરશાને પકડી લેવાયો હતો. તે અગાઉ લૂંટ અને જાહેરનામા ભંગના ગુનામાં પકડાયો હતો. પ્રાથમિક પુછતાછમાં તેણે રટણ કર્યુ હતું કે મિત્રએ અગાઉ સાચવવા આપી હતી. હાલ એ હયાત નથી. તેની આ વાતમાં કેટલુ તથ્‍ય છે? તે જાણવા અને સાચી વિગતો ઓકાવવા રિમાન્‍ડની તજવીજ થઇ રહી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી આર. એસ. બારીયાની સુચના અંતર્ગત પીઆઇ એસ. એસ. રાણે, પીએસઆઇ જે. આર. સોલંકી, હેડકોન્‍સ. ક્રિપાલસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ગોહિલ, મોહસીનખાન મલેક, કોન્‍સ. રાજદિપભાઇ પટગીર, પંકજભાઇ માળી, વિશ્વજીતસિંહ ઝાલા અને હાર્દિકભાઇ ગાજીપરાએ આ કામગીરી કરી હતી.

(4:18 PM IST)