News of Friday, 11th October 2024
મિઠાઇ ઉપર મનપા તુટી પડયુ : મઠ્ઠો-બરફી-માવો-હલવા સહિત ૨૦ નમુના લેવાયા
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર-ગાંધીનગરની સુચના મુજબ ફુડ શાખાના દરોડા : રૈયા ચોકડી બચીસ કેન્ડીમાંથી પડતર ૫૦ કેન્ડીનો નાશ : પેડક રોડ તથા કટારીયા ચોકડી વિસ્તારના ૨૫ ખાણી-પીણીના ધંધાર્થીઓજે ત્યાં ચકાસણી : બે ને લાઇસન્સ અંગે સુચના

રાજકોટ,તા.૧૧ : ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરથી મળેલ સૂચના મુજબ તા.૦૩ થી તા.૧૭ સુધી ‘‘ફુડ સેફ્ટી પખવાડીયા'' ની ઉજવણી કરવામાં આવી રહેલ છે. આ કાર્યક્રમના ભાગ સ્વરૂપે તથા તે અંતર્ગત સૂચવામાં આવેલ એસ.ઓ.પી. મુજબ નવરાત્રિ તથા દશેરાના તહેવારોને અનુલક્ષીને અલગ-અલગ ફૂડ કેટેગરીની ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવેલ છે. જે અંતર્ગત મીઠાઇ તથા દૂધની બનાવટના ઉત્પાદક/ વિક્રેતાઓ પાસેથી નીચે દર્શાવ્યા મુજબ ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ ખાદ્યચીજોના કુલ -૨૦ નમૂના પળથ્થકરણ માટે લેવામાં આવ્યા તેમજ રૈયા રોડ બચીસ કેન્ડીની પડતર ૫૦ કેન્ડીનો સ્થળ પર નાશ કર્યો હતો તેમજ પેડક રોડ હોકર્સ ઝોનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ફુડશાખાની કામગીરીની વિગત આ મુજબ
નમુનાની કામગીરી
(૧) મલાઈ કેક બરફી (લુઝ): ઓરેન્જ બરફી (લુઝ) જય યોગેશ્વર ડેરી ફાર્મ, સોરઠીયા વાડી, ડ્રાયફ્રૂટ મઠ્ઠો (લુઝ) : વાણીયાવાડી, મલાઈ કેક બરફી (લુઝ) શ્રી મહેશ ડેરી ફાર્મ, ડ્રાયફ્રૂટ મઠ્ઠો (લુઝ): જય ધારેશ્વર ડેરી ફાર્મ, ખોડિયાર સોસાયટી મેઇન રોડ, કોઠારીયા રોડ તથા રસબિહાર બરફી (લુઝ) : મહાદેવવાડી મેઇન રોડ, ચોકલેટ બરફી (લુઝ) : શ્રધ્ધા ગુલાબ જાંબુ, સાંઈ કળપા, શિવ હોટેલ પાસે, મહાદેવવાડી મેઇન રોડ, પાઈનેપલ બરફી (લુઝ) : હનુમાન મઢી, સ્પેશિયલ બરફી (લુઝ) : હરભોલે ડેરી ફાર્મ, મેહતા કોમ્પ્લેક્ષ, શોપ નં.૦૪, હનુમાન મઢી, રાજકોટ. મીઠો માવો (લુઝ) : સ્થળ- હરભોલે ડેરી ફાર્મ, મેહતા કોમ્પ્લેક્ષ, શોપ નં.૦૪, હનુમાન મઢી, મીઠો માવો (લુઝ) : મોરબી રોડ, કોકોનટ બરફી (મીઠાઇ- લુઝ) શ્રી ગેલમાં ડેરી ફાર્મ, અક્ષર હેબીટેટ શોપ નં.૧ થી ૩, સેટેલાઈટ ચોક, મોરબી રોડ, પંચરત્ન હલવો (મીઠાઇ- લુઝ) : સ્થળ- જે.જે. સ્વીટ એન્ડ ડેરી ફાર્મ, સીતારામ સોસાયટી નાની ફાટક પાસે, મોરબી રોડ, સંગમ બરફી (મીઠાઇ- લુઝ) : સ્થળ- બાપસીતારામ ડેરી ફાર્મ, જય જવાન જય કિશાન સોસાયટી, મોરબી રોડ, જકાતનાકા, ત્રિરંગા બરફી (મીઠાઇ- લુઝ) : બાપસીતારામ ડેરી ફાર્મ, જય જવાન જય કિશાન સોસાયટી, મોરબી રોડ, જકાતનાકા, મીઠો માવો (લુઝ) : શ્રી રાધે ડેરી ફાર્મ, શિવમ કોમ્પ્લેક્ષ, રૈયા રોડ, મેંગો બરફી (લુઝ) મીઠો માવો (લુઝ) : માર્શલ બરફી (મીઠાઇ- લુઝ) : મધુરમ ડેરી ફાર્મ, ન્યુ યોગીનગર યોગેશ્વર પાર્ક મેઇન રોડ, તેમજ ગુલાબ બરફી (મીઠાઇ- લુઝ) : શ્રી દ્વારકાધીશ ડેરી ફાર્મ, ન્યુ પરિમલ ચોક, સાધુ વાસવાણી રોડ, સહિત ૨૦ નમૂનાઓ અપાયા હતા.
૫૦ કેન્ડીનો નાશ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રૈયા ચોકડી, ૧૫૦ રિંગ રોડ, રાજકોટ મુકામે આવેલ ‘‘બચીસ કેન્ડી''ની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ મેન્યૂફેક્ચરિંગ ડેટ તથા યુઝ બાય ડેટ દર્શાવ્યા વગરની પડતર રહેલ માવા ફલેવરની કેન્ડી ૫૦ નંગ (૦૫ કિ.ગ્રા.) નો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ તથા FSS Act-2006 મુજબ પેકિંગ કરેલ ખાદ્યચીજો પર લેબલીંગ કરવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
લાઇસન્સની નોટીસ
ફૂડ વિભાગની ટીમ તથા જ્લ્ષ્ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પેડક રોડ તથા કટારીયા ચોકડી વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૫ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૨ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ ૪૭ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
(૦૧)ગિરિરાજ દાળ પકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, (૦૨) પ્રિન્સ બદામ શેક -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા(૦૩)ઇઝી બેકરી (૦૪)લાપીનોઝ પીઝા (૦૫)વિજય સ્વીટ માર્ટ (૦૬)પિંડાઝી (૦૭)ભેરુનાથ આઇસ્ક્રીમ (૦૮)મયુર ભજીયા (૦૯)લક્ઝરી કોલ્ડ્રિંક્સ (૧૦)સત્યમ દાળ પકવાન (૧૧)જય જલારામ ડેરી (૧૨)ન્યુ ભારત સ્વીટ માર્ટ (૧૩)શ્રીનાથજી ફરસાણ (૧૪)વરિયા ફરસાણ (૧૫)અક્ષર ગાંઠિયા ફરસાણ (૧૬)મધુર બેકરી (૧૭)ચિલ્ડ હાઉસ (૧૮)ભેરુનાથ નમકીન (૧૯)બિગ બાઇટ (૨૦)રિયલ સેન્ડવિચ (૨૧)ગિરિરાજ ફૂડ કોર્ટ (૨૨)જલારામ ફૂડ કોર્ટ (૨૩)મટુકી રેસ્ટોરેન્ટ (૨૪)ધ ગ્રેટ પંજાબી ઢાબા (૨૫)બાર્બેકયૂ કલ્ચરની ચકાસણી કરવામાં આવેલ.
(4:28 PM IST)










