News of Friday, 11th October 2024
લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપના રાસોત્સવમાં બાળ સ્વરૂપ જોગણીઓના સુ-દર્શનમ્
મોબાઈલની ફલેશ લાઈટો વચ્ચે બે મિનિટનું મૌન પાળી સ્વ. રતન ટાટાને શ્રધ્ધાંજલિ અર્પણ

રાજકોટઃ શહેરના નવા દોઢસો ફૂટ રીંગ રોડ, મવડી કણકોટ માર્ગ પર લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપ મવડી દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં આઠમા નોરતે બાળ સ્વરૂપા જોગણીઓના સાક્ષાત સુ-દર્શનમ્ થયા હતાં.રાસોત્સવ દરમ્યાન લાઈટો બંધ કરી, મોબાઈલની ફલેશ લાઈટ વચ્ચે બે મિનિટનું મૌન પાળી સ્વ. રતન ટાટાને ભાવપૂર્વક શ્રધાંજલિ આપવામાં આવી હતી. આઠમા નોરતે લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપના રાસોત્સવમાં ધારાસભ્યો રમેશ ટિલાળા, રિવાબા જાડેજા, પરેશ ગજેરા (સરદાર ધામ સૌ.ઝોન ઉપપ્રમુખ તથા બિલ્ડર એસો. પ્રમુખ), વિજય ડોબરિયા (સદ્દભાવના વૃદ્ધાશ્રમ), વર્ષાબેન ખૂંટ (જિલ્લા ભાજપ મહામંત્રી મહિલા મોરચો), ડી.કે. સખીયા (પૂર્વ ચેરમેન એ.પી.એમ સી), પ્રવીણ નિમાવત (વા. ચેરમેન નગર પ્રા. શિક્ષણ સમિતિ), અગ્રણી ઉદ્યોગપતિઓ વસંતભાઈ લિંબાસિયા તથા કેશુભાઈ રાંક, ઉમેશભાઈ માલાણી (મલાણી કન્ટ્રક્શન), ડો. સાપોવાડિયા (આશીર્વાદ હોસ્પિટલ) સહિતના રાસોત્સવ માણ્યો હતો. આઠમા નોરતે સિનિયર જુનિયર કેટેગરીમાં બેસ્ટ પરફોર્મન્સ કરનારા વિજેતા પ્રિન્સ, પ્રિન્સેસ તેમજ વેલડ્રેસ વિનર્સને ૧૦થી ૫૦ ગ્રામ સુધીની ચાંદીની ગીની ઇનામ સ્વરૂપે આપવામાં આવી હતી. જેમાં સિનિયર કેટેગરીમાં પ્રિન્સ રાજ ખૂંટ, દેવ સોરઠીયા, હર્ષ દોમડીયા, વે.ડ્રે. વિનર નરેન્દ્ર રૂપારેલિયા, પ્રયાગ આંબલીયા, તથા પ્રિન્સેસ સંગીતા સેજલિયા, જીંકલ સોરઠીયા, દિવ્યા બાલધા,ᅠ વે.ડ્રે. વિનર પેઠલીયા મનસ્વી, ચાંદની સાકરીયા, તેમજ જુનિયર કેટેગરીમાં પ્રિન્સ દક્ષ ડોબરિયા, ક્રેનીશ કપૂરિયા, મંથન કોથીયા, ડ્રે. વિનર દક્ષ ડોબરિયા, શિવમ વૈષ્ણવ તથા પ્રિન્સેસ હસ્તી હીરાની, ઋતવી સાકરીયા, ધૃતિ રાદડિયા તથા વે. ડ્રે. વિનર અંજલી ડાંગરીયા, યાના અકબરીને ઈનામોથી નવાજવામાં આવ્યા હતા. આજે છેલ્લા નોરતે નવેય દિવસના સિનિયર જુનિયરᅠ પ્રિન્સ, પ્રિન્સેસ વચ્ચે મેગા ફાઇનલ રાઉન્ડ રમાડવામાં આવશે અને રાસોત્સવ રાત્રે ૯ ના બદલે ૮ વાગ્યાથી જ શરૂ થઈ જશે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.
(4:39 PM IST)










