તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 12th October 2024
હરિદ્વાર સોસાયટીમાં મગજ ભમતો હોઇ મિતલબેન કુકડીયાએ એસિડ પી લીધું

રાજકોટ તા. ૧૨: કોઠારીયા સોલવન્ટ પાસે હરિદ્વાર સોસાયટી-૨માં રહેતાં મુળ રાણાવાવના વતની મિતલબેન મયુરભાઇ કુકડીયા (ઉ.વ.૨૭)એ એસિડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ભાવેશભાઇ સહિતે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મિતલબેનના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ ફર્નિચર કામ કરે છે. પોતાનો મગજ ભમતો હોવાથી એસિડ પી લીધાનું તેણીએ કહ્યું હતું.
દિવ્યાબેન ફિનાઇલ પી ગયા
બીજા બનાવમાં પુનિતનગર પાસે વિસનગર સોસાયટીમાં રહેતી દિવ્યાબેન શનીભાઇ રાઠોડ (ઉ.વ.૨૩) સાંજે ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તાલુકા પોલીસને જાણ કરાઇ હતી. તેણીના લગ્ન બે વર્ષ પહેલા થયા છે. સારવાર બાદ રજા અપાઇ હતી.
(2:27 PM IST)










