તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Saturday, 12th October 2024
કાલે સરગમી રાસોત્સવ
સરગમ અને મારવાડી એજ્યુકેશન દ્વારા

રાજકોટ : સરગમ કલબ, અને મારવાડી એજયુકેશનના સંયુકત ઉપક્રમે તા. ૧૩ ને રવિવારે રાત્રે ૯ વાગ્યે ડી. એચ. કોલેજ, ડો. યાજ્ઞિક રોડ, ખાતે સરગમી યોજાશે.
તમામ સભ્યોએ આઇકાર્ડ સાથે લઇને આવવાનું રહેશે. ગેસ્ટ માટે રૂા. ર૦ ફી રાખેલ છે.
પાર્કીંગનો ચાર્જ ચૂકવાનો રહેશે. બધા ગ્રુપમાં થઇને ર૦૦ થી વધુ ઇનામો રાખવામાં આવ્યા છે.
કલાકાર હેમતભાઇ પંડયા, નિલેષભાઇ પંડયા, પ્રિયાબેન જોષી, ડો. પ્રીતી ભટ્ટ, મેલોડી કલર્સનાં મન્સુર અલી ત્રિવેદી પ્રસ્તુત ઓરકેસ્ટ્રા અને કી બોર્ડમાં તુષારભાઇ ગોસાઇ પ્રસ્તુત કરશે, સાથે મ્યુઝીકલ ટીમ પણ જમાવટ કરશે.
આ કાર્યક્રમમાં વજુભાઇ વાળા (પૂર્વ ગવર્નર કર્ણાટક રાજય), મનીષભાઇ રાડીયા (રાજકોટ મહા. દંડક), તખુભા રાઠોડ (સામાજીક, સેવાભાવી આગેવાન), મિતલભાઇ ખેતાણી (કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ પ્રમુખ), જીજ્ઞેશભાઇ ઉપાધ્યાય ડીએચ આટર્સ કોલેજ-પ્રિન્સીપાલ), હર્ષદભાઇ માલાણી (ચેરમેન - ધ કો. ઓપ. બેંક રાજકોટ લી.), કેતનભાઇ પટેલ (ઠુમ્મર) (ચેરમેન -આરોગ્ય અમિતિ મહાનગર), રવિભાઇ રાત્રોજા (એસ. કે. દુલ્હા), જશવંતસિંહ ભટ્ટી (ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી), પુષ્કરભાઇ પટેલ (ભૂતપૂર્વ ચેરમેન-સ્ટેન્ડીંગ કમીટી રાજકોટ મહા), પ્રિયુષભાઇ શાહ (પૂર્વ પ્રમુખ બાર એસોસિએશન), પ્રદિપભાઇ ડવ (માજી. મેયર રાજકોટ મહા), અનુપભાઇ દોશી(પ્રમુખ- વિવેકાનંદ યુથ આગેવાન), ડો.રાજેશભાઇ તેલી, મનોજભાઇ ઉનડકટ(પ્રમુખ- રાજકોટ ટી.મરચન્ટ એસોસીએશન) ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા તથા મારવાડી એજ્યુકેશન ચેરમેન કેતનભાઇ મારવાડી, જીતુભાઇ ચંદારાણાનો સહયોગ તેમજ મોૈલેશભાઇ પટેલ, હરેશભાઇ લાખાણી, સ્મિતભાઇ પટેલ, પ્રભુદાસભાઇ પારેખ, યોગેશભાઇ પુજારા, ગુણવંતભાઇ ડેલાવાલા, કેતનભાઇ મારવાડી, જીતુભાઇ ચંદારાણા, ડો.ચંદાબેન શાહ, નીલુબેન મહેતા વગેરે જહેમત ઉઠાવી રહયા છે.(
(2:29 PM IST)










