<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

ભૂપેન્‍દ્રભાઇ કાલે રાજ્‍યના વિકાસ પ્રકલ્‍પો ખુલ્લા મુકશેઃ રાજકોટના કરોડોના કામોનો પણ સમાવેશ

મહાત્‍મા મંદિર ગાંધીનગર ખાતે લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમ : મેયર નયનાબેન, ડે. મેયર નરેન્‍દ્રસિંહ, સ્‍ટે. ચેરમેન જયમીનભાઇ, મ્‍યુ.કમિશનર ડી.પી.દેસાઇ, શાસક પક્ષ નેતા લીલુબેન, દંડક મનિષભાઇ ઉપસ્‍થિત રહેશે

રાજકોટ,તા. ૧૨: ‘વિકાસ સપ્તાહ'ની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજયના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે ગુજરાત સરકારશ્રીના વિવિધ વિભાગોના વિકાસ પ્રકલ્‍પોના લોકાર્પણ-ખાતમૂહૂર્ત કાર્યક્રમ મહાત્‍મા મંદિર, ગાંધીનગર ખાતે સોમવારે યોજાશે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના રૂ.૨૧૫.૨૫ કરોડના કુલ-૪૨ વિકાસ પ્રકલ્‍પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.

 આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ભારતના વડાપ્રધાન અને ગુજરાતના તત્‍કાલીન મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ૨૩ વર્ષ પહેલા ૭ ઓક્‍ટોબર, ૨૦૦૧ના રોજ પ્રથમવાર મુખ્‍યમંત્રી તરીકે શપથ લીધા ત્‍યારથી લઈને અત્‍યાર સુધીના સફળ અને સક્ષમ નેતૃત્‍વ હેઠળ ગુજરાત રીન્‍યુએબલ ઉર્જાના પર્યાય તરીકે સ્‍થાપિત, ઉર્જાશક્‍તિ-જળશક્‍તિ-જ્ઞાનશક્‍તિ-જનશક્‍તિ અને રક્ષાશક્‍તિના પંચામૃત ગુજરાત, સૌથી ઊંચા સ્‍ટેચ્‍યુ અને સૌથી મોટા સ્‍ટેડિયમથી ગૌરવાન્‍વિત ગુજરાત, ૨૪ કલાક વિજળીની સંકલ્‍પનાથી સાકાર ગુજરાત, ગરબા-ધોરડો અને સ્‍મૃતિવનથી આંતરરાષ્ટ્રીય ખ્‍યાતિથી સુશોભિત ગુજરાત, ગીફટ-ડાયમંડ બુર્સ અને ઢોલેરો છે ગુજરાતના વિકાસના નિમિત, દેશના ગ્રોથ એન્‍જીન તરીકે પ્રસ્‍થાપિત ગુજરાત અને પ્રો-પીપલ ગવર્નન્‍સ, પોલિસી ડ્રીવન સ્‍ટેક તરીકે સ્‍થાપિત ગુજરાત વગેરે જેવા પર્યાયથી ગુજરાત વિકસિત ભારતના નિર્માણ માટે સમર્પિત થયેલ છે ત્‍યારે આ ૨૩ વર્ષની વિકાસ ગાથાને ઙ્કવિકાસ સપ્તાહઙ્ઘ તરીકેᅠ ઉજવણી કરવામાં આવી રહી છે.ᅠ

આ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત થીમેટીક દિવસો, વિકાસ પદયાત્રા, સાંસ્‍કૃતિક કાર્યક્રમો, વિકાસ પ્રદર્શન, સોશ્‍યલ/ડીઝીટલ મીડિયા ઝુંબેશ, સફળતાની વાર્તાઓ, યુવા વર્ગની સહભાગિતા, કલા સ્‍થાપત્‍ય, વિકાસ રથ, ગુજરાત વિકાસ ઈનોવેશન એકસ્‍પો, ગુજરાતના મહત્‍વના સ્‍થળોનું સુશોભન, ભીંત ચિત્રો, શાળાઓમાં પ્રવચનો અને ક્‍વિઝનું આયોજન વગેરે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સોમવારના મહાત્‍મા મંદિર, ગાંધીનગર ખાતે માન.મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે રાજય સરકારશ્રીના વિવિધ વિભાગો જેવા કે, પાણી પુરવઠા વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, નર્મદા જળ સંપતિ તથા ગૃહ વિભાગના એક સાથે અનેકવિધ વિકાસ પ્રકલ્‍પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત માટે કાર્યક્રમ યોજાનાર છે.

જે અંતર્ગત ગાંધીનગર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાનાᅠ રૂ.૨૧૫.૨૫ કરોડના કુલ-૪૨ વિકાસ પ્રકલ્‍પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે વિવિધ વિકાસ પ્રકલ્‍પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા ઉપસ્‍થિત રહેનાર છે.

(2:31 PM IST)