News of Saturday, 12th October 2024
શાપરમાં રાતે કોઇ સાથે ફોન પર વાત કર્યા બાદ રોહિતે ફાંસો ખાધો
નાનો ભાઇ આવી જતાં જીવ બચાવી લીધો

રાજકોટ તા. ૭: શાપરના શાતિધામ વિસ્તારમાં જેનીસ બેરીંગ નજીક કારખાનામાં કામ કરતાં અને ત્યાંની ઓરડીમાં રહેતાં મુળ યુપીના રોહિત સુરેશચંદ્ર વેદાંત (ઉ.વ.૨૮) નામના યુવાને રાતે લોખંડની આડીમાં કપડુ બાંધી ગળાફાંસો ખાઇ લેતાં તે વખતે જ તેનો ભાઇ આવી જતાં જીવ બચાવી લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
રોહિત ચાર ભાઇ અને બે બહેનમાં વચેટ તથા કુંવારો છે. તેના ભાઇના કહેવા મુજબ રાતે તે કોઇ સાથે ફોનમાં વાત કરતો હતો, બાદમાં રૂમમાં જઇ અચાનક લટકી ગયો હતો. સામે કોણ હતું તે તેનો ફોન લોક હોઇ જાણી શકાયું નથી. ભાનમાં આવ્યા બાદ પોલીસ નિવેદન નોંધશે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણાએ શાપર પોલીસને જાણ કરી હતી.
(2:33 PM IST)










