News of Saturday, 12th October 2024
જૈનમ રાસોત્સવનો આજે રાત્રે મેગા ફાઇનલ
સ્કૂટર, ટીવી, મોબાઇલ, સોનાની ચેઇન, ફ્રીઝ સહિતના ઇનામો

રાજકોટ : જૈનમ કામદાર નવરાત્રી મહોત્સવ કોમ્પીટીશનનો આજે આખરી દિવસ હોય છેલ્લા દિવસે ફાઇનલ રમવા માટે સિલેકટ થવા ખેલૈયાઓને રીતસરની હોડ જામી છે. છેલ્લા સીલેકશન રાઉન્ડમાં વિજેતા થયેલ તમામ ખેલૈયાઓ આજે નવેય દિવસનાં વિજેતા ખેલૈયાઓ વચ્ચે યોજાનાર મેગા ફાઇનલ રાઉન્ડમાં પોતાનું કૌવત દેખાડશે.
નવમાં નોરતે ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, બિલ્ડર જીતુભાઈ બેનાણી, રાજકોટ શહેર ભાજપનાં મહામંત્રીઓ વિરેન્દ્રસિંહ ઝાલા અને ડો.માધવભાઈ દવે, જેએમજે ગ્રુપનાં મયુરધ્વજસિંહ જાડેજા સહીતનાં ઉપસ્થિત રહયા હતા. જે.એમ.જે. ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજા, રાજુભાઈ છેડા પરિવાર, જનેશભાઈ અજમેરા પરિવાર, જીતુભાઈ બેનાણી પરિવારને વિશેષ સ્મૃતિ ચિન્હ આપી અદકેરું સન્માન કરવામાં આવેલ હતું.
નવમાં નોરતે બેસ્ટ પ્લેયર પ્રિન્સ કેટેગરીમાં પ્રથમ વર્ધન ઘેલાણી, બીજા નંબરે હર્ષ ગાંધી, ત્રિજા નંબર કેવીન મહેતા, જયારે પ્રિન્સેસ તરીકે પ્રથમ વિવા કોઠારી, બીજા ક્રમે બંસી ગોસલીયા, બીજાઅને ત્રિજા ક્રમે પ્રીશા જસાણી તેમજ કીડ્સ માં પ્રીન્સ તરીકે પ્રથમ નંબરે મોનીલ મહેતા, બીજા નંબરે જેનીલ ગાંધી, ત્રિજા ક્રમે મંથન અંબાવી અને કીડસ પ્રીન્સેસ તરીકે પ્રથમ ક્રમે સુહાની કોઠારી, બીજા નંબરે સૌમ્યા શેઠ, ત્રિજા નંબરે પ્રિશા મહેતા વિજેતા બન્યા હતા.
ઉપરાંત વેલડ્રેસસ પ્રિન્સમાં પ્રથમ નંબરે જૈનમ દોશી, બિજા નંબરે આયુષ દેસાઈ ત્રિજામાં પિયુષ જૈન અને વેલડ્રેસ પિન્સેસમાં પ્રથમ નંબરે માહી હપાણી, બીજા નંબરે પ્રતિક્ષા શાહ અને ત્રીજા નંબરે નિકીતા કોઠારી ઉ૫રાંત વેલડ્રેસ કીડ્સ પ્રિન્સ તરીકે પ્રથમ નંબરે દિવ્યમ ગોસલીયા, બીજા નંબરે હિદાંત હપાણી, ત્રીજા નંબરે દિર્ઘ દોશી અને વેલડે્રસ કીડસ પ્રિન્સેસમાં પ્રથમ નંબર ટવીશા પટેલ, બીજા નંબરે યેશા મહેતા, ત્રીજા નંબરે નિયતી શેઠ ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
જૈનમની બનેલ વિવિધ કમીટી દ્વારા થયેલ કામગીરીનાં આધારે કમીટીઓનું વિશેષ સન્માન અને બહુમાન કરવામાં આવેલુ હતું. જગ્યા નિઃશુલ્ક ધોરણે આપનાર કેમ્પેઈન કોર્પોરેટ હાઉસનાં ધર્મેશભાઈ શાહને આભાર એવોર્ડ એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું.
આજના બેસ્ટ પ્લેયર તરીકે વિજેતા બનેલા સીનીયર તથા જુનિયર પ્રીન્સ અને પ્રિન્સેસ સહીતનાં તમામ વિજેતાઓ આજે રાત્રે યોજાનાર મેગા ફાઈનલ રાઉન્ડમાં નવેય દિવસનાં વિજેતા બનેલા સિનીયર કેટેગરીમાં પ્રિન્સ પ્રિન્સેસ તથા જુનીયર કેટેગરીમાં પ્રિન્સ પ્રિન્સેસ બનેલા વિજેતાઓ સાથે ફાઈનલ રાઉન્ડમાં રમશે. આ વખતે પણ દર વર્ષની માફક અનેક વિજેતાઓને લાખેણા ઈનામો દ્વારા તેમનું બહુમાન કરવામાં આવશે. જેમાં સ્કુટર, એલઈડી સ્માર્ટ ટીવી, સાઈકલ, ગોલ્ડ ચેઈન વિગેરે ઇનામો અપાશે. જૈનમનાં જીતુભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી અને જયેશભાઈ વસાએ સૌને નિમંત્રણ પાઠવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
(3:15 PM IST)










