News of Saturday, 12th October 2024
શત્રુના સિમાડે ત્રાટકીને વિજય મેળવવાનો દિવસ એટલે દશેરાઃ રામભાઇ મોકરીયા
લોકો તમામ વિટંબણાઓ ઉપર વિજય મેળવે તે માટે શુભેચ્છા પાઠવતા રાજ્યસભાના સાંસદ

રાજકોટ ,તા.૧૨: દશેરાનો તહેવાર અધર્મ પર ધર્મની જીત , અન્યાય પર ન્યાયનો વિજય અને બુરાઈ પર ભલાઈની જીતનો તહેવાર છે. દશેરાના તહેવારની રાજયસભાની સાંસદ રામભાઈ મોકરિયાએ તમામ લોકોને દશેરાની શુભેચ્છા પાઠવી છે.
શ્રી રામની સેનાએ વિજયાદશમી (દશેરા)એ રાવણનો સંહાર કરેલો તેથી દશેરા ઉપર રાવણના પૂતળાનું દહન કરવાની લોકપરંપરા પ્રચલિત થઈ છે .દશેરા એટલે તો વણજોયું ઉત્તમ મુહૂર્ત (શુભસમય-દિવસ) ગણાય છે. એટલે આવા શુભ મુહૂર્તે લોકો મોંઘા વાહનો ખરીદી કરે છે. દશેરા એટલે શત્રુના સીમાડે ત્રાટકીને વિજય મેળવવાનો દિવસ, આ દિવસે ભગવાન શ્રી રામે રાવણ સાથે યુદ્ધ કરવા પ્રસ્થાન કર્યું હતું તેથી આજે પણ વિજય મેળવવાની ભાવનાથી શસ્ત્રો, ઘોડા, વાહનો વગેરેની પૂજા થાય છે.ᅠ આવા શુભપ્રસંગે રાજયસભા સાંસદ રામભાઈ મોકરિયાએᅠ લોકો ની તમામ વિટંબણાઓ પર વિજય મેળવે અને દશેરાનો તહેવાર આનંદ અને ઉલ્લાસથી ઉજવાય તેવી દશેરા નિમિત્તે શુભકામના પાઠવી છે.
(3:16 PM IST)










