<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

કાલે રઢીયાળી રાત બનશે એશ્વર્યા મજમુદાર

રાજકોટના આંગણે કાલે રાત્રે દાંડિયા ક્‍વીન એશ્વર્યા મજમુદાર ખોડલધામ નોર્થ ઝોનના ગ્રાઉન્‍ડમાં ૨૨ કલાકારો સાથે દાંડિયા રસિકોને ડોલાવશે

રાજકોટ : દેશ-વિદેશમાં ધૂમ મચાવનાર દાંડિયા ક્‍વીન એશ્વર્યા મજમુદાર આ વખતે રાજકોટ વાસીઓને નવરાત્રી માં બાય બાય કરવા આવી રહી છે ઓસ્‍ટ્રેલિયા કેનેડા ઇંગ્‍લેન્‍ડ અમેરિકામાં નવરાત્રી પહેલા ધૂમ મચાવનાર એશ્વર્યા મજમુદાર એ આજે રાત સુધી મુંબઈમાં ધૂમ મચાવ્‍યા પછી રવિવારે પોતાના મોટા કાફલા સાથે રાજકોટ આવી રહી છે અને આ સાથે જ રવિવારની રાત ઐશ્વર્યા મજમુદાર રઢીયાળી બનાવશે. ગરબા ક્‍વીન અથવા તો ગરબા પ્રિન્‍સેસ તરીકે દેશ વિદેશમાં જાણીતી બનેલી એશ્વર્યા મજમુદાર આવતીકાલે રાજકોટના હજારો ખેલૈયાઓને થીરકાવશે.

છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટમાં વેલકમ કરવા આવતી એશ્વર્યા મજમુદાર આ વખતે ૧૩મીના રવિવારે સાંજે ૭.૩૦ વાગ્‍યાથી પરસાણાનગર ચોક ખાતેના ખોડલધામ નોર્થ ઝોનના ગ્રાઉન્‍ડમાં નવરાત્રીને અલવિદા કરવા માટે ભવ્‍ય કાર્યક્રમ કરશે આ માટે જાણીતી ઇવેન્‍ટ કંપની આર આર ઇવેન્‍ટ્‍સેનમૂનેદાર બાય બાય નવરાત્રીનું આયોજન કર્યું છે.

રાજકોટની જાણીતી કંપની આર આર ઇવેન્‍ટના રાજ રાજાણી અને તેમના ટીમના લોકોએ ધ લાસ્‍ટ બીટ ઓફ નવરાત્રી વિથ એશ્વર્યા મજમુદાર કાર્યક્રમમાં આશરે ૨૨ કલાકારો ચાર કલાક સુધી જબરજસ્‍ત પરફોર્મન્‍સ આપશે.આ પરફોર્મન્‍સ ઉપર આશરે ૧૨ હજારથી પણ વધુ ખેલૈયાઓ જુમી ઉઠે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્‍યું છે.

અભૂતપૂર્વક સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સ, આકર્ષક મંડપ વ્‍યવસ્‍થા અને મેદાન ઉપરની જોરદાર વ્‍યવસ્‍થા વચ્‍ચે ઐશ્વર્યા મજમુદાર એક એક થી ચડે એવા એક એક ગરબા અને લોકગીતો ગાઈ ને રાજકોટના ગરબા પ્રેમી લોકોને ઘેલુ લગાડશે.

પાસ માટે ણુંત્ત્ળક્કતત્ર્ંરૂ ઉપરાંત બ્‍લોક બુકિંગ માટે.૭૬૨૪૦ ૩૪૫૯૪ નંબર ઉપર સંપર્ક કરી શકાશે

(3:20 PM IST)