News of Saturday, 12th October 2024
પરથમ સમરૂ સરસ્વતીને, ગણપત લાગુ પાય હૈ રમવા નિસર્યા મા..
ધોળકીયા સ્કૂલની ગરબીમાં હાઇડ્રોલીક સ્ટેજ ૫૨ માના અદભૂત દર્શન નિહાળી ભાવિકો અભિભુત

રાજકોટઃ ધોળકિયા સ્કૂલની બાળાઓએ સાક્ષાત અંબે મા - ભવાની મા ના રૂપમાં મહાગૌરીને વધાવ્યા હતા. મા ના વિવિધરૂપો ખૂબ જ સુંદર રથમાં પધાર્યા હતા. આ પ્રસંગે રામકળષ્ણ આશ્રમ-રાજકોટના અધ્યક્ષ સ્વામીશ્રી નિખીલેશ્વરાનંદજી મહારાજ, જામનગરના ધારાસભ્ય શ્રીમતિ રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા તથા ડો. આત્મન કથીરિયા, ગુજરાત રાજ્ય કો-ઓપરેટીવ ટ્રીબ્યુનલના પ્રમુખશ્રી પ્રફુલભાઈ ગોકાણી, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, શેઠ બિલ્ડરના મુકેશભાઈ શેઠ તથા પરેશભાઈ પારેખ, રાજકોટ રેલ્વે સુપ્રીટેન્ડન્ટ નવાબસિંહ ઠાકુર, વરિષ્ઠ પત્રકાર શ્રી કૌશિકભાઈ મહેતા, બ્રહ્માકુમારીઝના ગીતા દીદી, હિરલગીની, રાષ્ટ્રીય સેવક સમિતિના બહેનો, હિન્દુ જાગરણ મંચના સભ્યો, યુવા અને સાંસ્કળતિક વિભાગના અધિકારીશ્રી દિહોરા, ઉદ્યોગપતિ કેતનભાઈ ધ્રુવ,એડવોકેટ ગૌરાંગભાઈ ગોકાણી તથા સુજેનભાઈ સોમમાણેક વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(3:22 PM IST)










