News of Saturday, 12th October 2024
અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ : કંઇ ન ઘટે, અભુતપૂર્વ આયોજન
આજે મેગા ફાઇનલ : આઠ તોલા સોનું, સ્કૂટર, બાઇક જીતવા ખરાખરીનો જંગ : પ્રસિધ્ધ ઓર્કેસ્ટ્રા, વિખ્યાત ગાયક કલાકારો, એક લાખ વોટની અદ્યતન સાઉન્ડ, સિસ્ટમ, લોકપ્રિય એન્કર, વિશાળ-સમથળ ગ્રાઉન્ડ વિગેરેએ હજ્જારો ખેલૈયાઓને મોજ કરાવી દીધી : ગુજરાતના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રઘુવંશી અગ્રણી રૂપલબેન રાજદેવ, અમેરિકાની વિખ્યાત ‘આઇના' સંસ્થાના ભારત ખાતેના પ્રમુખ પ્રફુલભાઇ નાયક, અગ્રણી, ઉદ્યોગપતિ મનોહરભાઇ બાબરીયા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી નિમિષભાઇ ગણાત્રા, ભાજપ અગ્રણી દિનેશભાઇ કારીયા, અગ્રણી ઉદ્યોગપતિ મનિષભાઇ ઠક્કર, પુજારા ટેલિકોમના ચેરમેન યોગેશભાઇ પુજારા, વેપારી અગ્રણી હિતેષભાઇ વિઠ્ઠલાણી સહિતના મહાનુભાવોએ માતાજીની આરાધના સાથે ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા : પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતના વિજેતાઓને આકર્ષક ઇનામો અપાયા ‘અકિલા લાઇવ' ના માધ્યમથી વિશ્વના લાખો લોકો ઘરબેઠા પણ રાસોત્સવની મજા માણે છે : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના ટ્રસ્ટી મંડળ ટીમની મહેનત રંગ લાવી

વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા આયોજીત ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ-ર૦ર૪'માં ગઇકાલે નવમે નોરતે માતાજીની આરાધના સાથે ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા ગુજરાત રાજયના બાળ અને મહિલા વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા, રઘુવંશી અગ્રણી અને રાજકોટ લોહાણા મહાજનના ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, અમેરિકાની વિશ્વ વિખ્યાત ‘આઇના' સંસ્થા કે જે ‘ચલો ઇન્ડિયા'નું સ્મયાંતરે સફળતાપૂર્વક આયોજન કરે છે તેના ભારત ખાતેના પ્રમુખ અને અમદાવાદ પંથકના જાણીતા બિલ્ડરશ્રી પ્રફુલભાઇ નાયક, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી મનોહરભાઇ બાબરીયા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, શ્રીમતિ સ્નેહાબેન રાજુભાઇ પોબારૂ લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રા, શ્રીમતિ કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, ભાજપ અગ્રણીશ્રી દિનેશભાઇ કારીયા, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી મનિષભાઇ ઠક્કર, શ્રીમતિ રીનાબેન મનિષભાઇ ઠક્કર, પુજારા ટેલીકોમના ચેરમેન શ્રી યોગેશભાઇ પુજારા તથા શ્રીમતિ રીટાબેન યોગેશભાઇ પુજારા, ડીએમએલ પટેલ ગ્રુપના ચેરમેનશ્રી હરીશભાઇ લાખાણી તથા શ્રીમતિ મીનાબેન હરીશભાઇ લાખાણી, મહાજનના ટ્રસ્ટીઓ શ્રીમતિ રીટાબેન સતીષભાઇ કુંડલીયા, શ્રી કિશોરભાઇ કોટક, શ્રી હિરેનભાઇ ખખ્ખર, શ્રી ધવલભાઇ કારીયા, એડવોકેટ શ્રી શ્યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, શ્રી ધવલભાઇ ખખ્ખર, રઘુવંશી અગ્રણી શ્રીમતી રત્નાબેન સેજપાલ, વેપારી અગ્રણી હિતેષભાઇ વિઠ્ઠલાણી, શ્રીમતી કાજલબેન હિતેષભાઇ વિઠ્ઠલાણી, સ્નેહા હિતેષભાઇ વિઠ્ઠલાણી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. જે વિવિધ મુદ્દાઓ સાથે તસ્વીરમાં નજર પડે છે. હજ્જારો ખેલૈયાઓએ પણ વિવિધ સ્ટાઇલ -સ્ટેટસ સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી, જે તસ્વીરમાં જોઇ શકાય છે. ઉપસ્થિત મહાનુભાવોએ શરૂઆતમાં ભાવપૂર્વક માતાજીની આરતી કરી હતી. અને માઁ અંબાના આશીર્વાદ મેળવ્યા હતા જે દૃશ્યમાન થાય છે. (૯.૩૦)
રાજકોટ તા.૧૨: રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આજે દશેરાના દિવસે નવરાત્રી મહોત્સવ પૂર્ણ થઇ રહયો છે ત્યારે વિશ્વના સોૈથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા હરીશભાઇ લાખાણીનું ગ્રાઉન્ડ, માધાપર સર્કલ, રાજકોટ ખાતે ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ-૨૦૨૪'નું અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. આ રાસોત્સવને લઇને તમામ લોકોના એક જ ઉદગારો સાંભળવા મળે છે કે, ‘‘કંઇ ન ઘટે ભાઇ...'' અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ ‘અકિલા- લોહાણા મહાજન રાસોત્સવ-૨૦૨૪'માં સંપૂર્ણ સલામતી સાથે પારિવારીક વાતાવરણમાં હજ્જારો રઘુવંશી ખેલૈયાઓએ પ્રથમ નોરતે જ રાસ ગરબાની રમઝટ બોલાવી દીધી હતી. પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતના દરરોજ ૩૫ જેટલા આકર્ષક ઇનામો પણ મેળવ્યા હતા. રાસોત્સવનો આજે મેગા ફાઇનલ યોજાનાર છે, જેમાં કુલ આઠ તોલા સોનુ, સ્કુટર, બાઇક, ટી.વી. સહિતના લાખેણા ઇનામો મેળવવા ખેલૈયાઓ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. જાણકાર, અનુભવી અને તટસ્થ નિર્ણાયકોની ટીમ સતત કાર્યકરી રહી છે. ‘ અકિલા લાઇવ' ના માધ્યમથી વિશ્વના લાખો લોકો ઘરબેઠા પણ આ ભવ્ય જાજરમાન- અદ્ભુત રાસોત્સવની મજા માણી રહ્યા છે.
સમગ્ર રાસોત્સવને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ, સહકાર, હૂફ઼ મળી રહ્યા છે.
ગઇકાલે નવમાં નોરતે માતાજીની આરાધના સાથે ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા ગુજરાતના બાળ અને મહિલા વિભાગના કેબિનેટ મંત્રી અને રાજકોટના ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરીયા, રઘુવંશી અગ્રણી અને રાજકોટ લોહાણા મહાજનના ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, અમેરિકાની વિશ્વ પ્રસિધ્ધ, ‘ આઇના' સંસ્થા કે જે ચલો ઇન્ડિયા નું સમયાંતરે સફળતાપૂર્વક આયોજન કરે છે. તેના ભારત ખાતેના પ્રમુખ અને અમદાવાદ પંથકના જાણીતા બિલ્ડર શ્રીપ્રફુલભાઇ નાયક, અગ્રણી ઉધોગપતિ શ્રીમનોહરભાઇ બાબરીયા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રા, ભાજપ અગ્રણી શ્રી દિનેશભાઇ કારીયા, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી મનિષભાઇ ઠક્કર, પુજારા ટેલિકોમના ચેરમેન શ્રી યોગેશભાઇ પુજારા, વેપારી અગ્રણી શ્રી હિતેષભાઇ વિઠ્ઠલાણી, વિખ્યાત ડીએમએલ ગ્રુપના ચેરમેન શ્રી હરીશભાઇ લાખાણી, શ્રી ગીરીશભાઇ કારીયા, ડો. વૈભવભાઇ સવજીયાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
એસ. ડી. ગઢવી (સૌરભ ગઢવી)નું પ્રસિધ્ધ ઓર્કેસ્ટ્રા, વિખ્યાત ગાયક કલાકારો જયદાન ગઢવી, ગાથા પોટા, ધૈર્ય રાજપરા, પ્રિયા કેવિન પરમાર તથા તેની કોટસ સીંગર્સ ટીમ દિપાબેન બુચ, નિધિબેન શુકલ, ઉષ્માબેન વોરા, યશવી વ્યાસ, એભિષેક ઉપાધ્યાય, વિવેક સરવૈયા અને ખુશ્બુ વાઢેલ, એક લાખ વોટની અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, યુવાનોમાં જાણીતા માનીતા એન્કર શીવરામસિંહ ચુડાસમા, વિશાળ-સમથાળ ગ્રાઉન્ડ વિગેરે પરિબળોએ હજજારો રઘુવંશી ખેલૈયાઓને રાસ-ગરબાની રમઝટ સાથે મોજ કરાવી દીધી છે. રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્ટી મંડળ ટીમની મહેનત ખરેખર રંગ લાવી છે.
ગઇકાલે નવમા નોરતે પ્રિન્સેસ તથા કીડઝ પ્રિન્સેસ તરીકે રિધ્ધિ, દાવડા, આયુષી ધામેચા, શ્યામા કારીયા, આસ્થા, ગઢવી, મિરાલી ઉનડકટ, નંદીની સોઢા, જાગૃતિ ખીમાણી, સપના દત્તાણી, હેત્વી રાજદેવ, બંસી તન્ના, દર્શના મેંઢા, તૃપ્તિ વાજા, વૃંદા મીરાણી, દૃષ્ટિ માખેચા, રૂદ્રા વિઠ્ઠલાણી, કાવ્યા ઠક્કર, રીયા કાછેલા, માહી સોમાનિયા તથા વેલડ્રેસમાં રાધિકા ગણાત્રા અને પ્રાંશી તન્ના વિજેતા બન્યા હતાં.
પ્રિન્સ તથા કીડઝ પ્રિન્સ તરીકે પાર્થ પારેખ, વિશેષ અનડકટ, રાજા ધ્રુવ, યશ કોટક, ધ્યેય ગાઠા, ધવલ દક્ષિણી, આર્યન અમલાણી, નીરવ રાચ્છ, હેનિલ અઢીયા, નક્ષ રૂપારેલીયા, જીમ્મી કેશરીયા, સ્પર્શ કારીયા, રૂદ્ર રાજદેવ, જીષ્નુ પલાણ, કીશન ચંદારાણા, મલય મજેઠીયા, તથા વેલડ્રેસમાં મોનીલ વેકરીયા વિજેતા થયા હતાં.
હજ્જારો ખેલૈયાઓની આતુરતાનો અંત લાવનાર ‘અકિલા લોહાણા મહાજન રાસોત્સવ-૨૦૨૪'ને સફળ બનાવવા માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતી રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, રાસોત્સવના પ્રોજેકટ ચેરમેનશ્રી હિરેનભાઇ ખખ્ખર, લોહાણા મહાજનના ટ્રસ્ટીઓશ્રી હરીશભાઇ લાખાણી, શ્રી જીતુભાઇ ચંદારાણા, શ્રી કિશોરભાઇ કોટક, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો.પરાગભાઇ દેવાણી, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શ્રી શૈલેષભાઇ પાબારી, શ્રી દિનેશભાઇ બાવરીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ડો.જનકભાઇ ઠક્કર, શ્રી મુકેશભાઇ પાબારી, ડો.ભાવેશભાઇ સચદે, ડો.ચેતનભાઇ હિન્ડોચા, શ્રી ધવલભાઇ ખખ્ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્પાબેન બરછા, શ્રીમતિ અલ્કાબેન પુજારા, શ્રીમતિ નિકીતાબેન નથવાણી, ડો.કૃપાબેન ઠક્કર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, શ્રીમતિ સીમાબેન રાજદેવ, વિખ્યાત નવરંગ ગ્રુપ રાજકોટના શ્રી પરેશભાઇ ચગ, અજયભાઇ ખખ્ખર, લોહાણા મહાજન વાડી એડમિનિસ્ટ્રેટર હિતેનભાઇ દક્ષિણિ- પારેખ સહિતના અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહયા છે. (૯.ર૩)
(3:53 PM IST)










