News of Saturday, 12th October 2024
અકિલા-લોહાણા મહાજન રાસોત્સવમાં વિજેતાઓને ઇનામ વિતરણ
ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે

રાજકોટ : રાજકોટ લોહાણા મહાજન આયોજીત ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ-ર૦ર૪'માં ગઇકાલે નવમે નોરતે પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ વિજેતાઓને ૩પ જેટલા ઇનામો ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ લોહાણા મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, શ્રીમતિ સ્નેહાબેન રાજુભાઇ પોબારૂ, મહાજન કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, ડો. શ્રીમતિ નિશિતાબેન નિશાંતભાઇ ચોટાઇ, અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રા, શ્રીમતિ કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, પુજારા ટેલિકોમના ચેરમેન શ્રી યોગેશભાઇ પુજારા, શ્રીમતિ રીટાબેન યોગેશભાઇ પુજારા, શ્રી દિનેશભાઇ કારીયા, શ્રી હરીશભાઇ લાખાણી તથાશ્રી રાજુભાઇ પોબારૂ, શ્રીમતિ મીનાબેન હરીશભાઇ લાખાણી એડવોકેટ શ્રી મલ્હારભાઇ સોનપાલ, નિર્ણાયકશ્રીઓને મોમેન્ટો અર્પણ કરતા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ અને મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, શ્રી ગીરીશભાઇ કારીયા, શ્રીમતિ જયશ્રીબેન ગીરીશભાઇ કારીયા, શ્રીમતિ જયશ્રીબેન ગીરીશભાઇ કારીયા, શ્રીમતિ સુધાબેન ખખ્ખર, શ્રી હિરેનભાઇ ખખ્ખર, શ્રીમતિ કલ્પનાબેન હિરેનભાઇ ખખ્ખર, શ્રીમતિ જયોત્સનાબેન રાજવૈદ, શ્રી જયોતિન્દ્રભાઇ બથીયા, શ્રીમતિ રશ્મિબેન જયોતિન્દ્રભાઇ બથીયા, શ્રી નલીનભાઇ પોબારૂ, શ્રીમતી પન્નાબેન નલીનભાઇ પોબારૂ, શ્રી પરેશભાઇ વાધાણી, શ્રીમતિ જલ્પાબેન પરેશભાઇ વાઘાણી, શ્રીમતિ રીટાબેન ભૂપેન્દ્રભાઇ કોટક, શ્રીમતિ રીટાબેન સતીષભાઇ કુંડલીયા, શ્રી ધવલભાઇ કારીયા, શ્રી રાજુભાઇ શીંગાળા સહિતના મહાનુભાવોના હસ્તે વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ગઇકાલે નિર્ણાયકો તરીકે પ્રિતીબેન પરેશભાઇ ચૌહાણ, અવનિકાબેન ગોસ્વામી, જયશ્રી બેન પંડયા તથા હિતેષભાઇ દવેએ પોતાની સેવા આપી હતી.
(3:57 PM IST)










