News of Saturday, 12th October 2024
‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે' અંતર્ગત જેલના રેડીયો પ્રિઝન દ્વારા કેદીઓ માટે હિન્દી ગીતોનો કાર્યક્રમ યોજાયો

રાજકોટ : ગાંધીનગરના દહેગામના લવાડની રાષ્ટ્રીય કક્ષા યુનિવર્સિટીના મનોસામાજીક સેવા કેન્દ્ર દ્વારા આમંત્રીત ઉતમ મારૂ દ્વારા તા. ૧૦ના રોજ ‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે' નિમિતે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજરી આપી જેલના રેડીયો પ્રિઝન મારફતે લાઇવ પ્રોગ્રામ આપી મોટીવેશન સ્પીચ આપી હતી. ઉપરાંત ઓર્ગન, ગિટાર, માઉથ ઓર્ગન જેવા વાજિંત્રો દ્વારા તેમજ કરાઓકે ટ્રેક ઉપર અલગ અલગ હિન્દી ગીતો ગાઇને બંદીવાનોની ફરમાઇશ પુરી કરી હતી. ભારત સરકાર દ્વારા બાળકોને આપવામાં આવતા દેશના સર્વોચ્ચ એવોર્ડ ‘બાલશ્રી'થી વર્ષ ૨૦૧૧માં ઉતમ મારૂને સન્માનિત કરવામાં આવેલ છે. આ ઉપરાંત ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગુજરાતના રાજ્યપાલ, ગુજરાતના મુખ્યમંત્રી વગેરે અનેક મહાનુભાવોએ ઉતમ મારૂને રૂબરૂ મળીને તેની ઉપલબ્ધીઓ બિરદાવી હતી. ઉતમ મારૂને શ્રીમદ્ ભગવદ્ ગીતાના તમામ ૭૦૦ શ્લોક કંઠસ્થ છે તેમજ ૧૨૦થી વધારે શાષાીય રાગની સમજ છે. તેની આ ઉપલબ્ધી માટે અત્યાર સુધીમાં ૧૧૭ શિલ્ડ, મેડલ અને પુરસ્કારો મેળવ્યા છે. આ કાર્યક્રમમાં જેલ અધિક્ષક રાઘવ જૈન દ્વારા ઉતમ મારૂનું સન્માન કરી સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું
(3:58 PM IST)










