<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th October 2024

રાજકોટ જુનાગઢ અને જામનગર જિલ્લાના સંખ્યાબંધ વિસ્તારોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો: સૌરાષ્ટ્રના સાગરકાંઠાને લાગુ વિસ્તારોમાં ભુકા બોલાવી દેતા માવઠાએ ઉભા પાકમાં ખાના ખરાબી સરજી


રાજકોટમાં રાત્રે ૧૧.૩૦ સુધી છેલ્લી બે અઢી કલાકથી સતત વરસાદ ચાલુ છે..
રાજકોટ - મોરબી હાઇવે ઉપર આવેલ ટંકારા અને આસપાસના વિસ્તારોમાં પણ ધીમીધારે મોડી રાત્રે વરસાદ ચાલુ છે.
જુનાગઢ જિલ્લાના કેશોદના દરસાલીમાં મકાન ઉપર વીજળી પડી છે.
જામજોધપુર નજીક  સિદસર સતાપરમાં પણ ધોધમાર વરસાદ.
સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના રાંદલના દળવામાં રાત્રે ગાજ વીજ સાથે  ધોધમાર વરસાદ પડ્યો છે.
કેશોદના શેરગઢમાં ખેતરોમાં પાણી ભરાયા મોટું નુકસાન.
કલ્યાણપુર નું પાનેલી ખાતે વરસાદે ભુક્કા બોલાવી દીધા.
સૌરાષ્ટ્રના સાગરકાંઠાને લાગુ વિસ્તારોમાં ભુકા બોલાવી દેતા માવઠાએ ઉભા પાકમાં ખાના ખરાબી સરજી.
ગોંડલના નવાગામ લીલાખામાં વરસાદે ડૂચા કાઢી નાખ્યા.
જેતપુરના ખજુરી ગુંદાળા ગામમાં પણ અનુરાધાર.
પોરબંદરના દેગામમાં ધોધમાર પડ્યો. ભેસાણના ખજુરી હડમતીયા પણ જોરદાર વરસાદ

(12:11 AM IST)