<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

ગુજરાતી ગરબાનો જોશ અને ઉંમગ નિહાળી અભિનેતા રાહુલ રોય અચંબિત

સોનમ - નવનાત રાસોત્‍સવ યાદગાર રીતે સંપન્‍ન : વરસાદી માહોલમાં ગ્રાઉન્‍ડને બદલે ડોમમાં રમાયો મેગા ફાઇનલ

રાજકોટ : જૈન વિઝન અને વિશ્વ વણિક સામાજિક સંગઠન આયોજિત સોનમ-નવનાત ગરબાનું સમાપન થયું છે. છેલ્લા દિવસે ખેલૈયાઓને પાનો ચડાવવા માટે આશિકી ફિલ્‍મ ફેઈમ અભિનેતા રાહુલ રોયની હાજરીએ ખાસ આકર્ષણ જમાવ્‍યુ હતુ. છેલ્લા દિવસે વરસતા વરસાદ વચ્‍ચે પણ રાસોત્‍સવ ચાલુ રહ્યો હતો અને ખેલૈયાઓ ગ્રાઉન્‍ડને બદલે વોટરપ્રૂફ ડોમ નીચે મેગા ફાઈનલ રમ્‍યા હતા. અભિનેતા રાહુલ રોય પણ ખેલૈયાઓના જોશ અને ઉમંગ જોઇને અચંબિત થઇ ગયા હતા.

અભિનેતા રાહુલ રોયનું મિલન કોઠારી અને ચંદ્રકાન્‍તભાઈ શેઠ,જયેશભાઈ શાહ, સુનીલભાઈ શાહ, અજીતભાઈ જૈન, પદ્માવતીબેન જૈન, પ્રીતિબેન શાહ, દીપાબેન શાહ, શાપર સ્‍થિત ક્રિષ્‍ના સ્‍ટીલના પ્રતિકભાઈ વગેરેએ સુપરહિટ ફિલ્‍મ આશિકીના ગીત ‘બસ એક સનમ ચાહિયે આશિકી કે લિયે....' ગાઈને સ્‍વાગત કરવામાં આવેલ.

આ નવરાત્રી મહોત્‍સવને સફળ બનાવવા માટે ટીમ જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારી અને વિશ્વ વણિક સામાજિક સંગઠનનાં પ્રોજેક્‍ટ ચેરમેન સી.એમ.શેઠ જયેશ શાહ, સુનીલ શાહ, ભરત દોશી, અજીત જૈન, ગીરીશ મહેતા, મિતુલ વસા, સુનીલ કોઠારી, અખિલ શાહ, હેમલ મહેતા, નીલ મહેતા, રાજીવ ઘેલાણી, તુષાર પતીરા, નીતિન મહેતા, યોગેન દોશી, પરેશ દફતરી, નરેશ મહેતા, ધ્રુમીલ પારેખ, દીપક કોઠારી, પ્રતિક શાહ, કેતન દોશી, નીરવ મહેતા, હિમાંશુ પારેખ, જસ્‍મીન ધોળકિયા, હિતેશ દેસાઈ, આશિષ શાહ, આશિષ દોશી, નીલેશ તુરખીયા, યોગેશ શાહ, અમિત કોરડીયા, નિર્મલ શાહ, ધવલ મહેતા, મહેશ મણીયાર, ડો. દેવેન કોઠારી, પરાગ મહેતા, સંજય મહેતા, કેતન વખારિયા, જતીન કોઠારી, જય મહેતા, સુધીર પટેલ, દેવાંગ ખજુરીયા, મેહુલ કામદાર, ભરત વખારિયા, મુકેશ ધોળકિયા, ભાગ્‍યેશ વોરા, સુનીલ વોરા, અતુલભાઈ કોઠારી, જયેશભાઈ ધ્રુવ, અરવિંદભાઈ પાટડીયા,ભાયાભાઈ સાહોલીયા, અશ્વિનભાઈ પટેલ, લલિતભાઈ કુરાણી, કેતન મેસ્‍વાણી, નીતિનભાઈ માંડલિયા, વિશ્વાસભાઈ મહેતા, રોહન ધ્રુવ, અરવિંદભાઈ શેઠ, દીપકભાઈ કરચલીયા, રાજુ લોઢીયા, હસમુખભાઈ ધંધુકિયા, રસિકભાઈ પાનસુરીયા, કિશોરભાઈ વસાણી વગેરે જહેમત ઉઠાવી હતી.

(4:30 PM IST)