<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

કલબ યુવીના મેગા ફાઇનલમાં વિજેતા ખેલૈયાઓ ઉપર ઇનામોની વણઝાર

મેગા ફાઇનલમાં વિજેતા ખેલૈયાઓને એકટીવા, આઇપેડ, સેમસંગ ફોન સહિતના ઇનામો

રાજકોટ : કલબ યુવીના આંગણે નવમા અંતિમ નોરતે અતિથી વિશેષ તરીકે પૂર્વ સાંસદ, હરીભાઈ પટેલ, જીવનભાઈ ગોવાણી પરિવાર, પૂર્વ સ્‍ટેન્‍ડીંગ ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, કલબ યુવીના ડાયરેકટર્સ સ્‍મિતભાઈ કનેરીયા, વિજયભાઈ ડઢાણીયા, પંચનાથ હોસ્‍પિટલના દેવાંગભાઈ માંકડ, શહેર ભાજપના કોષાઘ્‍યક્ષ મયુરભાઈ શાહ, અજયભાઈ દલસાણીયા, આશીષભાઈ વાછાણી, મહાનુભાવો એ આરતીનો લ્‍હાવો લીધો હતો. મેગા ફાઈનલ માં ખેલૈયાઓ મન મુકી ઝુમ્‍યા હતા. અવનવી ટ્રેડીશ્‍નલ થીમ સાથે સજજ વેશભૂષામાં ખેલૈયાઓ વચ્‍ચે વિવિધ ગરબા સ્‍ટેપસ્‌ ના રાઉન્‍ડની સ્‍પર્ધા થઈ હતી. જેમાં વિજેતા સિલેકટ થયેલ ખેલૈયાઓ ને એકટીવા, આઈપેડ સહીત અનેક ઈનામો આપી પ્રોત્‍સાહીત કરવામાં આવ્‍યા હતા.

નવમા નોરતે મેગા ફઈનલમાં વિવિધ કેટેગરીમાં ચિલ્‍ડ્રન વેલ ડ્રેસ પ્રિન્‍સેસ ઘ્‍યાના આદોદરીયા, દિવા મેંદપરા, ચિલ્‍ડ્રન વેલ ડ્રેસ પ્રિન્‍સ શુભમ્‌ હાંસલીયા, અંશ કાશીપરા ચિલ્‍ડ્રન પ્રિન્‍સેસ ભકિત વાછાણી, વાની પાડોદરા, ચિલ્‍ડ્રન પ્રિન્‍સ આકાશ વાછાણી, બેરા નિહાર વેલ ડ્રેસ પ્રિન્‍સેસ રીતુ મોડીયા, હેત્‍વી કાલરીયા, પ્રિયા ઝાલાવડીયા, વેલ ડ્રેસ પ્રિન્‍સ દિપન કાલરીયા, રાજ ગોવાણી, થોરીયા દર્શન પ્રિન્‍સેસ પ્રિયંકા મકવાણા, ધારા ચાંગેલા, વાન્‍સી વાછાણી, પ્રિન્‍સ ભૂત હેત, અંશ ટીલવા, બ્રિજેશ ધુલેશીયા વિજેતા બન્‍યા હતા. જે ખલૈયાઓ વિજેતા ન બન્‍યા હોય પરંતુ, વિજેતા નંબરોથી તદન્‌ નજીક હોય તેવા ખલૈયાઓ ને કલબ યુવી તરફથી સેમસંગ ગેલેકસી એ-૧પ પજી મોબાઈલ ફોન આપી પ્રોત્‍સાહીત કરાયા હતા. આ પ્રોત્‍સાહીત ઈનામો ના વિજેતા વેલડ્રેસ પ્રિન્‍સેસ કેટેગરીમાં સીતાપરા હિર, સવાણી સાક્ષી, એકતા ભાલોડી, વેલડ્રેસ પ્રિન્‍સમાં હર્ષ કણસાગરા, જેનીલ વાછાણી, પટેલ વિશ્‍વાસ, પ્રિન્‍સેસ તરીકે બરોચીયા રીતુ, પૂનમ શ્રીમાણી, માકાસણા હેત્‍વી, પ્રિન્‍સ તરીકે પાણી નિકુંજ, કાવઠીયા મૌલીક, ધેટીયા પાર્થના નામ જાહેર કરાયા હતા.

વિજેતાઓને ફોરચ્‍યુન ગુ્રપના મીથુનભાઈ ડઢાણીયા, પંકજભાઈ ગરાળા, સંજયભાઈ કાલરીયા, હાર્મની ગુ્રપના રાજેશ્રીબેન તથા હરસુખભાઈ ઠુંમર, શિલ્‍પન સંસ્‍કૃતિ ગુ્રપના પૂજાબેન તથા રૂસીતભાઈ ગોવાણી, નેહલબેન  તથા કેયુરભાઈ વડાલીયા, ધ ગેટ વે ના ઉષાબેન તથા ચંદ્રેશભાઈ શીરા, રીકેનભાઈ વાછાણી, દર્શન મીનરલ્‍સના કાજલબેન તથા કેતનભાઈ ફળદુ, તુલસી એગ્રોના નીશાબેન તથા ચીરાગભાઈ ભાલોડીયા, સાઈન રબ્‍બર ના રીનાબેન તથા કેતનભાઈ ઢોલ, હિલટોન એરીસ્‍ટો ગુ્રપના ઈલાબેન તથા કેતનભાઈ ભીમાણી, રીનાબેન તથા રેનીશભાઈ કાનાણી, રાજકોટના જીલ્લા પંચાયતના ડીડીઓ નવનાથભાઈ, ચાર્મીબેન બદાણી, ભાવનાબેન બગડાઈ, વીર્તી શાહ એન.જે. પેઈન્‍ટસના હંસાબેન તથા નિલેશભાઈ ભેંસદડીયા, ઈષીતાબેન તથા ઉત્‍સવ ભેંસદડીયા, લાડાણી એસોસીએટના વીનીબેન તથા ઉત્‍સવભાઈ લાડાણી, ગોલ્‍ડન ક્રાઉન ગુ્રપના સુકેતાબેન તથા હર્ષદભાઈ ભોરણીયા, પૂર્વીબેન તથા પરેશભાઈ ચાંગેલા, આઈકોન ગુ્રપના જુગનાબેન તથા ભાવેશભાઈ ફળદુ, શ્‍યામલ ગુ્રપના ઉર્મીબેન તથા અમીતભાઈ ત્રાંબડીયા, રીનાબેન તથા શૈલેષભાઈ ભાલોડીયા, લીટલ એન્‍જલ ના ઈલાબેન તથા અરવિંદભાઈ પાણ, કલબ યુવીના ડાયરેકટરો સોનલબેન તથા મૌલેશભાઈ ઉકાણી, મધુબેન તથા કાંતીભાઈ ધેટીયા, રસીલાબેન તથા એમ.એમ.પટેલ, ડિમ્‍પલબેન તથા સ્‍મિતભાઈ કનેરીયા, સ્‍મીતાબેન તથા સતીષભાઈ ત્રાંબડીયા, ફીલ્‍ડમાર્શલ ગુ્રપના નીતીનભાઈ કણસાગરા, મહેન્‍દ્ર જવેલર્સના સુરજભાઈ રાણીંગા, શ્‍યામભાઈ લોઢીયા, ફેવરીટો બેવરેજીસ ગુ્રપના ભરતભાઈ ખાનપરા, દિનેશભાઈ કાસુન્‍દ્રા, એસીપી ચૌધરી, શ્રીયાબેન તથા શૈલેષભાઈ માકડીયા, લીયો ફલો પાઈપ ગુ્રપના હર્ષાબેન બીપીનભાઈ ખાચર, આશાબેન હર્ષિલભાઈ ખાચર, ફાલ્‍કન ગુ્રપના ભાવનાબેન તથા જગદીશભાઈ કોટડીયા, સન ફોર્જના રાજુભાઈ કાલરીયા, નીતીનભાઈ કણસાગરા, ઝેન ગાર્ડનના અકિતભાઈ પટેલ, સમીરભાઈ હાંસલીયા, હિતેશભાઈ હાંસલીયા, યુનીટી સિમેન્‍ટના મીરાબેન તથા પંકજભાઈ વેગડા, રીનાબેન તથા પીયુષભાઈ ચોવટીયા, અંકીતાબેન તથા અમીતભાઈ કણસાગરા, ધ પ્રસિડેન્‍ટલ ગુ્રપના કિરીટભાઈ આદ્રોજા, ચીમનભાઈ શાપરીયા, ધ પાર્ક ગુ્રપના શીતલબેન તથા શૈલેષભાઈ સેરશીયા, રીમાબેન તથા દર્શીતાબેન ફાચરા, એ ઈનામો આપી પ્રોત્‍સાહીત કર્યા હતા.

 કલબ યુવી ના બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગણજા, સંદીપભાઈ માકડીયા, નરેન્‍દ્રભાઈ ધેટીયા, ડો. કલ્‍પેશભાઈ ઉકાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયાના માર્ગદર્શન હેઠળ ૧૦૮ કમીટીએ જહેમત ઉઠાવી હતી.

પારિવારીક માહોલ, નવી પરંપરાના સર્જક, ભકિત સાથે સંસ્‍કૃતિનું માધ્‍યમ એટલે કલબ યુવી : મૌલેશભાઇ ઉકાણી

કલબ યુવી નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૪ની સફળતાનું શ્રેય સમગ્ર ટીમને

રાજકોટ : દોઢ દાયકા પૂર્વ ઉત્‍સવપ્રિય રાજકોટની જનતાને અર્વાચીન રાસોત્‍સવ ક્ષેત્રે કલબયુવી ના માઘ્‍યમથી નવી પરંપરા સર્જી નવી કેડી કંડારી નવરાત્રી રાસોત્‍સવનો પ્રારંભ કરનાર કલબ યુવીના એડવાઈઝરી ડાયરેકટર શ્રી મૌલેશભાઈ ઉકાણીએ નવરાત્રી મહોત્‍સવ-ર૦ર૪ ની સફળતાનું શ્રેય સમગ્ર કલબ યુવી ટીમને આપ્‍યુ છે. રાજકોટની અનેક સંસ્‍થાઓ સાથે જોડાયેલા, ભામાશા ઉદ્યોગપતિ અને કલબ યુવીના સંસ્‍થાપક શ્રી મૌલેશભાઈ ઉકાણી એ ર૦૦૯ માં રંગીલા રાજકોટમાં કલબ યુવી નવરાત્રી મહોત્‍સવ થકી એક નવી અને અનોખી પહેલ કરી હતી. સમાજના વડીલોની ઉપસ્‍થિતીમાં સમાજના  દિકરા-દિકરીઓ નવરાત્રીનો આનંદ માણે અને સાથે સાથે જગત જનનીની આરાધના કરે કલબ યુવી નું આ કદમ અનેક આયોજકો માટે પ્રેરણારૂપ બન્‍યું છે. કલબ યુવી એ પારીવારિક માહોલ, નવી પરંપરાઓ, ભકિત સાથે સંસ્‍કૃતિનું માઘ્‍યમ બન્‍યુ છે.

 

(4:37 PM IST)