News of Wednesday, 16th October 2024
સરગમી હસાયરામાં હાસ્ય કલાકારો ધોધમાર વરસ્યા

રાજકોટ : સરગમ કલબ તેમજ એચ.પી. રાજયગુરૂ કાું. અને કેર ફોર હોમના સંયુકત ઉપક્રમે યોજાયેલા હસાયરામાં સાંઇરામ દવે, ધીરૂભાઇ સરવૈયા અને મનસુખભાઇ વસોયાએ હાસ્યરસ પીરસીને જમાવટ કરી દીધી હતી. આ કાર્યક્રમ હેમુગઢવી હોલ ખાતે યોજાયેલ. કાર્યક્રમમાં વજુભાઇ વાળા, મનીષભાઇ માડેકા, એમ.જે. સોલંકી, રાજદીપસિંહ જાડેજા (વાવડી) પ્રતાપભાઇ પટેલ, ઉમેશભાઇ શેઠ તેજસભાઇ ભટ્ટી, મિતેંભાઇ મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ગુણવંતભાઇ ડેલાવાળા, મૌલેશભાઇ પટેલ, હેતલભાઇ રાજયગુરૂ, એમ. જે. સોલંકી, અનવરભાઇ ઠેબા, ભરતભાઇ સોલંકી, રાજેન્દ્રભાઇ શેઠ, કનૈયાલાલ ગજેરા, મનમોહનભાઇ પનારા, જગદીશભાઇ કિયાડા, નીલુબેન મહેતા, ગીતાબેન હિરાણી, જયશ્રીબેન વ્યાસ, વૈશાલીબેન શાહ, પૂજાબેન યાદવ, વર્ષાબેન પટેલ વગેરે જહેમત ઉઠાવી હતી.
(2:43 PM IST)










