News of Wednesday, 16th October 2024
શેઠ હાઇસ્કુલમાં યોજાનાર ગરબાને મંજુરી ન અપાતા રાત્રે વિરોધના સૂર સાથે ધરણા-આરતી
તંત્રની તુમારશાહી સામે કોઠારીયા કોલોની યુવા ગ્રુપ અને નારી સુરક્ષા સમિતિનો આક્રોશ : રાત્રે વિરોધ પ્રદર્શીત કરાશે

રાજકોટ, તા. ૧૬ : કોઠારીયા કોલોની યુવા ગ્રુપ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, નલીનભાઈ ચૌહાણ અને જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ) ના પ્રમુખ હેમાબેન કક્કડ, લીગલ એડવાઈઝર એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણ એક સંયુક્ત યાદી જણાવે છે કે ૨૪ વર્ષોની પરંપરા મુજબ શરદ પૂર્ણિમાના દિવસે યોજાનારા શરદોત્સવ ર્ંક્રિષ્ના મહિલા રાસોત્સવ - ૨૦૨ર્૪ં ની શેઠ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ માટેની અરજી તારીખ ૧/૧૦ ના મ્યુનિસિપલ કમિશનર અને આચાર્યને આપવા છતાં ગ્રાઉન્ડ અંગેની અરજી તુમારશાહીનો ભોગ બનેલ છે. જેની સામે ધરણા અને માતાજીની આરાધના આરતી ગરબા નો કાર્યક્રમ આજે બુધવારે રાત્રે ૮-૩૦ થી ૧૧ રાખેલ છે.
શેઠ હાઇ સ્કૂલમાં કરવામાં આવતા મહિલા રાસોત્સવમાં ૨૪ વર્ષો થી માતાજીની આરાધના થાય છે. અને પ્રાચીન રાસોત્સવ હોય છે અને આ વિસ્તારના બે થી અઢી હજાર મહિલાઓ ભાગ લેવામાં આવે છે. જેમાં ૫ વર્ષની દીકરી થી લઈને ૮૦ વર્ષના ડોશીમા પણ ભાગ લેતા હોય છે. કોઈપણ જ્ઞાતિ ના મહિલા સભ્યો નાત જાતના ભેદભાવ વગર રાસ લેતા હોય છે.
મહાનગરપાલિકા દ્વારા શહેરના અડધો ડઝનથી વધુ મેદાનો ભાડે આપવામાં આવેલ છે તે અર્વાચીન રાસો છે. જ્યારે આપણે પ્રાચીન રાસ અને ફક્ત મહિલાઓ હોવા છતાં કોઈપણ પ્રકારની ફી લીધા વગર રાસ રમાડવામાં આવતા હોવા છતાં તંત્ર દ્વારા જવાબ દેવાની દરકાર ન કરાઇ. ક્રિષ્ના મહિલા રાસોત્સવ ૨૦૨૪ અરજી કચરાપેટીમાં સ્વાહા કરી દેવામાં આવી છે. અગ્નિકાંડથી દાઝેલી રાજકોટ આયોજકો અને મહિલાઓમાં રોષની લાગણી ફેલાણી છે. શેઠ હાઈસ્કૂલ ના ગેઇટ પાસે માતાજીની આરાધના ગરબા અને આરતી કરી ઉજવણી કરવાનું આયોજન કરેલ છે. જે કાર્યક્રમમાં સંસ્થાના સભ્યો અને આ વિસ્તારના બહોળી સંખ્યામાં રાસ રમવા આવતા મહિલાઓ ને આજે રાત્રે ૮.૩૦ વાગ્યે શેઠ હાઇસ્કુલના નટેશ્વર મંદિરના ગેઇટ પાસે ઉપસ્થિત રહેવા જિલ્લા નારી સુરક્ષા સમિતિ રાજકોટ અને કોઠારીયા કોલોની ની યુવા ગ્રુપના સભ્યોને વિનંતી કરી છે.
(2:48 PM IST)










