<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

શ્રી દશનામ ગોસ્‍વામી ક્રિએટીવ ગ્રુપ દ્વારા કાલે શરદોત્‍સવ ર૦ર૪: બાલભવન ખાતે આયોજન

સતત ર૪માં વર્ષે યોજાશે રાસોત્‍સવઃ સંતો મહંતો આશીર્વચન આપશે

રાજકોટ તા. ૧૬: સતત ર૪ વર્ષોથી શ્રી દશનામ ગોસ્‍વામી ક્રિએટીવ ગ્રુપ-રાજકોટ દ્વારા યોજાતા શરદોત્‍સવનું આ વર્ષે તા. ૧૭ ગુરૂવારે બાલભવન ગ્રાઉન્‍ડ રેસકોર્ષનાં સમિયાણામાં સુમધુર સંગીતનાં તાલે ઝાકમઝાળ રોશનીમાં સાંજના ૭ કલાકથી યોજાશે.

આ શરદોત્‍સવ સમારોહનાં અધ્‍યક્ષસ્‍થાને ચોટીલા મહંતશ્રી જગદીશગીરી ત્‍થા સમારોહ પ્રમુખ સ્‍થાને ઉદ્યોગપતિ રાજેશગિરી પ્રેમગીરી ઉપસ્‍થિત રહેશે.

શરદોત્‍સવ સમારોહનું દીપ પ્રાગટય શ્રી રાજેશપુરી વાય. કે. ગોસ્‍વામી, પ્રો. યશવંતગિરિ, રમેશગિરી, પ્રવિણપુરી, જયરામગિરી, એચ. એસ. ગોસ્‍વામી, દિલીપગિરી, જસ્‍મીનગિરી, ડો. વિક્રાંત ગોસ્‍વામી, વિશાલગિરી, દિલીપવન, ડો. પ્રો. રાજેશગિરી-મુંબઇ, વિવેકગિરી, ચિરાગગિરી ત્‍થા પ્રેમગિરી, પ્રફુલગિરી, ડો. મનિષગિરી, રાજકીય અગ્રણીઓ સર્વશ્રી સાંસદ પરશોતમભાઇ રૂપાલા, સાંસદ શ્રી રામભાઇ મોકરીયા, ધારાસભ્‍યો ઉદયભાઇ કાનગડ, રમેશભાઇ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઇ દોશી, મહામંત્રી અશ્‍વિનભાઇ મોલીયા ત્‍થા મેયર નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા ત્‍થા સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઇ ઠાકર વગેરે ઉપસ્‍થિત રહેશે.

શરદોત્‍સવ-ર૦ર૪ને સફળતાપૂર્વક આયોજન માટે ફાઉન્‍ડર પ્રેસિડેન્‍ટ નિલેશપુરી, પ્રેસિડેન્‍ટ ગિરીશપુરી ત્‍થા અમુલગિરી, મહેશપુરી, રાજનગિરી, કલ્‍પેશગીરી દેવાંગગિરી, સાગરગિરી ત્‍થા કલ્‍પનાબેન, શિલ્‍પાબેન, ગીતાબેન, સરોજબેન, પલ્લવીબેન, તેજલબેન, ઉર્વશીબેન, શ્રદ્ધાબેન, દિપ્‍તીબેન, પ્રજ્ઞાબેન ત્‍થા રવિશાબેનની ટીમ જહેમત ઉઠાવી રહી છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(2:52 PM IST)