<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

RMCની સાખ આસમાને : ૧૦૦ કરોડના બોન્‍ડ ૧૫ સેકન્‍ડમાં ઓવરસબસ્‍ક્રાબ : પાંચ ગણો ભરાયો

૧૪ બીડરોના ૪૯૫ કરોડના બીડ આવ્‍યા : વ્‍યાજદર ૭.૯૦ ટકાની ઓફર : ૨૧મીએ લીસ્‍ટીંગ

રાજકોટ તા. ૧૬ : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર ભારતના સંકલ્‍પની દિશામા આગળ વધતાં એવા ગુજરાતનાં  મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વમાં મ્‍યુનિસિપલ ગવર્નન્‍સ ક્ષેત્રે ગુજરાતે આગવી સિદ્ધિ નોંધાવી છે તે સિદ્ધિના પ્રતીક રૂપે મહાનગરપાલિકા દ્વારા તા. ૧૬-૧૦-૨૦૨૪ ના રોજ ઇસ્‍યુ કરેલ બોન્‍ડ ગણતરીના જ સેકન્‍ડમાં સૌથી નીચા વ્‍યાજદરે ૭.૯૦%એ ૦૫ ગણો ભરાઈ ગયો. તમામ રોકાણકારોએ  મહાનગરપાલિકાની નાણાકીય સ્‍થિરતા પર વિશ્વાસ રાખી ઇસ્‍યુ ભરેલ છે, જે રાજકોટ મહાનગરપાલિકા તેમજ રાજકોટના શહેરીજનો માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય. મહાનગરપાલિકાએ ‘અમૃત' મિશન-૨.૦ અંતર્ગત ઇસ્‍યુ કરેલા રૂ. ૧૦૦ કરોડના બોન્‍ડને કુલ રૂ.૪૯૫ કરોડની કિંમતની ૧૪ બિડ મળેલ છે.

આ અંગે વધુ માહિતી આપતા શહેરના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઇ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઇ રાડીયા, નાયબ કમિશ્નર સી.કે. નંદણી, ચીફ એકાઉન્‍ટન્‍ટ એ.એલ. સવજિયાણીએ જણાવ્‍યું હતું કે, વર્ષ ૨૦૨૪ના અંદાજપત્રમાં કેન્‍દ્ર સરકારની અટલ મિશન ફોર રેજુવિનેશન એન્‍ડ અર્બન ટ્રાન્‍સફોર્મેશન યોજના AMRUT-૨.૦ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાએ રજૂ કરેલ રૂ.૩૪૪.૨૮ કરોડની કિંમતના પ્રોજેક્‍ટના ૩૫્રુ રાજકોટ મહાનગરપાલિકાના ફાળાની રકમ ભરપાઈ કરવાના ભાગરૂપે રૂ.૧૦૦ કરોડના બોન્‍ડ બહાર પાડવા માટે જહેમત શરૂ કરી હતી. આ અંગે આજ રોજ બોન્‍ડ ઇસ્‍યુ કરવાના કામ માટે આખરી ઓપ અપાયાની સાથે ઇસ્‍યુ ખૂલતાં જ રોકાણકારો જાણે રાહ જોતાં હોય તેમ ઇસ્‍યુ ૦૫ ગણો ભરાઈ ગયો છે. ૨૧મી ઓક્‍ટોબર ૨૦૨૪ ના રોજ આ બોન્‍ડનું નેશનલ સ્‍ટોક એક્‍સચેન્‍જમાં લિસ્‍ટિંગ થનાર છે. રાજકોટ મહાનગરપાલિકા બોન્‍ડ થકી કેપિટલ રેઇઝ કરવામાં સફળ થઇ હોવાથી ભારત સરકાર તરફથી રૂ.૧૩ કરોડ ઇન્‍સેન્‍ટીવ મેળવવાને પણ પાત્ર બની છે.

આજે બોન્‍ડ બીડીંગના ૧ કલાકના સમયમાં ૧ મીનીટમાં જ પાંચ ગણો ભરાય ગયો હતો. આ બોન્‍ડ માટે ખાનગી બેંકો, સહકારી બેંકો, રાજ્‍ય સરકારની પી.એસ.યુ., મોટા ઉદ્યોગો ગૃહો સહિત ૧૪ બીડરોએ રસ દાખવ્‍યો છે. રાજકોટ મનપા દ્વારા પ્રથમ વખત ૧૦૦ કરોડનો બોન્‍ડ બહાર પાડવામાં આવ્‍યો છે. જ્‍યારે રાજ્‍યમાં અમદાવાદ, સુરત તથા વડોદરા મનપા દ્વારા બોન્‍ડ ઇશ્‍યુ કરવામાં આવ્‍યા છે.

રાજકોટ મહાનગરપાલિકાને માત્ર ૭.૯૦% ટકા વ્‍યાજ ચુકવીને રાજકોટ કોર્પોરેશનને રૂપિયા મળી રહ્યા છે. જેમાં રૂ.૧૩ કરોડના કેન્‍દ્ર સરકારશ્રીના ઇન્‍સેન્‍ટીવ બાદ કરતા માત્ર ૪.૬૩્રુના વ્‍યાજદર ચુકવવું પડશે. જે ફિક્‍સ ડીપોઝીટ કરતા પણ ઓછા વ્‍યાજદરે રાજકોટ મહાનગરપાલિકાને બોન્‍ડની રકમ મળેલ છે. આ તમામ કામગીરીમાં મર્ચન્‍ટ બેન્‍કર/અરેંજર તરીકે A K Capital Services Ltd. દ્વારા સફળતાપૂર્વક કામગીરી કરવામાં આવેલ છે. 

આ ફાયનાન્‍શિયલ બોન્‍ડથી રાજકોટના સિવિક ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર ડેવલોપમેન્‍ટને નવું બળ મળશે. બોન્‍ડથી પ્રાપ્ત થનારી રકમ રૂ. ૧૦૦ કરોડ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા AMRUT-૨.૦ પ્રોજેક્‍ટ માટે ઉપયોગમાં લેવાશે. જેથી રાજકોટ શહેરની પાયાની સુવિધા વધુ સુદઢ થશે. હરહમેંશની જેમ રંગીલા રાજકોટના શહેરીજનોની સુવિધામાં વધારો કરવા મહાનગરપાલિકા સદાય તત્‍પર રહેશે.(૨૧.૨૯)

ક્રમ                                         પ્રોજેક્‍ટનુંᅠનામ     પ્રોજેકટᅠકોસ્‍ટᅠ   આ રકમ    પૂર્ણ થવાની

                                            (રૂ કરોડમાં)        ઉપયોગમાં       તારીખ

                       લેવાશે

૧  RMC:ᅠપાણી પુરવઠા પ્રોજેક્‍ટ - મુંજકા વિસ્‍તારમાં નવા હેડવર્ક         ૨૨.૧૧    ૬.૦૦   ૧૦-૦૯-૨૦૨૭

૨  અમૃતᅠ૨.૦ :ᅠપાણી પુરવઠા વોર્ડ નંબર -૧૨ᅠવિતરણ નેટવર્ક  ૪૪.૫૪  ૧૧.૦૦ ૦૩-૦૯-૨૦૨૫

૩  RMC:ᅠરૈયા વિસ્‍તારમાં ડ્રેનેજ શાખાᅠSTP      ૨૯.૯૫     ૯.૦૦     ૧૪-૦૨-૨૦૨૬ᅠ

૪ અમૃતᅠ૨.૦ :ᅠગટર વ્‍યવસ્‍થા,ᅠવોર્ડ નં.ᅠ૦૧ᅠઅનેᅠ૦૩ᅠઘંટેશ્વર,ᅠ ૭૪.૦૫  ૨૨.૦૦ ૧૦-૦૭-૨૦૨૫

   રૈયાધાર,ᅠમાધાપર અને મનહરપર-૧    

૫ અમૃતᅠ૨.૦ :ᅠપાણી પુરવઠા વોર્ડ નંબર -ᅠ૧૧ᅠવિતરણ નેટવર્ક   ૭૧.૭૫        ૧૯.૦૦   ૦૬-૦૯-૨૦૨૫

   (મોટા મવા)                            

૬  અમૃતᅠ૨.૦ :ᅠપાણી પુરવઠા વોર્ડ નંબર -૧૧         ૫૭.૫૬  ૧૯.૦૦   ૦૬-૦૯-૨૦૨૫

૭  RMC :ᅠપાણી પુરવઠો,ᅠગુરુકુલ વિસ્‍તાર        ૩૨.૫૩     ૧૧.૦૦    ૦૧-૦૬-૨૦૨૫

૮  અમૃતᅠ૨.૦ :ᅠપાણી પુરવઠા વોર્ડ નંબર -૧૧ᅠવિતરણ         ૧૧.૭૯   ૩.૦૦  ૦૬-૦૯-૨૦૨૫

   નેટવર્ક વોર્ડᅠ૧૦                         

        કુલ    ૩૪૪.૨૮       ૧૦૦.૦૦      

(3:31 PM IST)