News of Wednesday, 16th October 2024
મનપાના ૩ બીએચકે તથા ૧.પ બીએચકેનાં ૧૩૩ ખાલી આવાસોના ફોર્મનું કાલથી વિતરણ
૧૭ નવેમ્બર સુધીમાં ભરી શકાશે : સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન

રાજકોટ, તા. ૧૬ : પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ અને ખાલી રહેલ MIG કેટેગરીના ૫૦ આવાસો તથા EWS-2 કેટેગરીના ૧૩૩ આવાસો માટે તા.૧૭ ઓકટોબર થી તા.૧૬ નવેમ્બર સુધી ફોર્મ ભરી શકશે તેમજ ફોર્મ તેમજ ફોર્મની ફી અને ડીપોઝીટ ભરવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન માધ્યમથી જ રહેશે તેમ પદાધિકારીઓ અને અધિકારીઓ જણાવ્યું હતું.
આ અંગે મેયર મતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ અને ખાલી રહેલ શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ MIG કેટેગરીના ૫૦ આવાસો તથા EWS-2 કેટેગરીના ૧૩૩ આવાસો માટે તા.૧૭ થી તા.૧૬ સુધી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ WWW.RMC.GOV.IN પર જઇ ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.
ઓનલાઇન ફોર્મ ફી રૂ.૫૦ રહેશે તેમજ નિયમાનુસાર ડીપોઝીટ ભરપાઇ કરવાની રહેશે. ફોર્મ તેમજ ફોર્મની ફી અને ડીપોઝીટ ભરવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન માધ્યમથી જ રહેશે.
- ૦૩ બીએચકે, ક્ષેત્રફળ ૬૦ ચો.મીટર, આવાસની કિંમત રૂ.૧૮ લાખ, વાર્ષિક આવક મર્યાદા રૂ. ૦૬ થી ૭.૫૦ લાખ સુધીની રહેશે. તેમની ૧.૫ બીએચકે, ક્ષેત્રફળ ૪૦ ચો. મીટર, આવાસની કિંમત રૂ.૫.૫૦ લાખ, વાર્ષિક આવક મર્યાદા રૂ.૦૩ લાખ સુધીની રહેશે.
ફોર્મ ભરતી વખતે કોઇ ટેકનીકલ ઇસ્યુ ઉદ્દભવે તો આવાસ યોજના વિભાગના ફોન નં. ૦૨૮૧ - ૨૨૨૧૬૧૫ ઉપર સંપર્ક કરવાનો રહેશે તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે. (૯.ર૮)
૩ બીએચકે કયાં ખાલી
સાઇટનું નામ આવાસની સંખ્યા
૩૪૮, હેવલોક એપા.ની સામે, જયભીમનગર, ૧૦
જડડુસ રેસ્ટો. વાળો રોડ
૧૦૪, વસંત માર્વેલની બાજુમાં, વિમલનગર મેઈન રોડ ૭
એસ-૨, દ્વારકાધીશ હાઈટ્સની બાજુમાં, ૧૫૦ ફૂટ રોડ ૧૭
૪૮-એ, સેલેનીયમ હાઈટ્સની સામે, મવડી પાળ ગામ રોડ ૧૬
કુલ ................................ ૫૦
૧ બીએચકે કયાં કયા વિસ્તારમાં આવાસ
સાઇટનું નામ આવાસની સંખ્યા
૫૧-બી, વાવડી, તપન હાઈટ્સ રોડ, પુનીત નગર ૫૩
પાણીના ટાંકા ની સામે
૫૧-બી, મવડી, સેલેનીયમ હાઈટ્સની સામે, મવડી ૩૦
પાળ ગામ રોડ
૩૩-એ, ક્રિસ્ટલ હેવનની પાછળ, મવડી કણકોટ રોડ ૧૬
૩૮-એ, ક્રિસ્ટલ હેવનની પાછળ, મવડી કણકોટ રોડ ૩૪
કુલ ................................ ૧૩૩
(2:59 PM IST)










