<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

રેલવે સ્‍ટેશનમાં ટ્રેનના બે કોચ વચ્‍ચે કોરીડોરમાંથી દેશી તમંચો અને બે જીવતા કાર્સ્‍ટીઝ મળ્‍યા

સફાઇ કામદારે શંકાસ્‍પદ થેલી જોતા જાણ કરતા રેલવે એસ.ઓ.જીની ટીમે હથિયાર અને બે કાર્ટીઝ કબ્‍જે લઇ સીસીટીવી આધારે તપાસ હાથ ધરી

રાજકોટ, તા.૧૬:  રેલવે સ્‍ટેશનમાં પ્‍લેટફોર્મ નં.૨ પર આવેલી બરૌની-રાજકોટ  એકસપ્રેસ ટ્રેનમાં કોરીડોરમાં એક શંકાસ્‍પદ પડેલી થેલીમાંથી દેશી તમંચો અને બે જીવતા કાર્ટીસ મળી આવતા રેલવે એસ.ઓ.જી.ની ટીમે હથિયાર અને બે કાર્ટીઝ કબ્‍જે કરી તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ પશ્‍ચિમ રેલવેના ઇન્‍ચાર્જ અધીક પોલીસ મહાનિર્દેશ પરીક્ષીતા રાઠોડ, અમદાવાદ ડીવીઝનના પોલીસ અધીક્ષક બલરામ મીણાા, રાજકોટ રેલવે પોલીસના ઇન્‍ચાર્જ પી.આઇ. એસ.આર.પટેલ, રેલવે એસઓજીના પી.આઇ. વી.એન.એન.સીંગરપ (( તથા પી.એસ.આઇ. એચ.કે.શ્રીમાળી એ રેલવે સ્‍ટેશન વિસ્‍તારમાં હથિયાર તથા નાર્કોટીકસના કેસો શોધી કાઢવા માટે સૂચના આપતા એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. બી.પી. વેગડા સ્‍ટાફ સાથે રેલવે સ્‍ટેશનમાં અલગ અલગ પ્‍લેટફોર્મ નં.૨ ઉપર આવેલી બરૌની - રાજકોટ ટ્રેનમાં એસ/૫ અને એસ/૬ કોચમાં સફાઇ કરતા સફાઇ કામદારે બંને કોચ વચ્‍ચે કોરીડોરમાં નીચે પડેલી બીનવારસુ એક સફેદ પ્‍લાસ્‍ટિકની નાની થેલી નજરે પડતા તેણે થેલીમાં જોતા તેમાં દેશી તમંચો નીકળતા તેણે જાણ કરણા રેલવે એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. બી.પી વેગડા હેડ કોન્‍સ સિધ્‍ધરાજસિંહ, હિતેષભાઇ સહિતે એસ/૫ અને એસ/૬ પાસે પહોંચી દેશી તમંચો અને બે જીવતા કાર્ટીઝ કબ્‍જે કરી અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

(3:29 PM IST)