<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

ગૂમ થયેલા યુવાન, યુવતિ અને બે પ્રોઢને એલસીબી ઝોન-૧ ટીમે શોધી કાઢ્યા

યુવાનને માલિયાસણ ચોકડી, એક પ્રોૈઢને ખંઢેરાથી, બીજાને સિવિલ હોસ્પિટલ ચોકમાંથી અને યુવતિને ગોંડલથી શોધી કાઢી પરિવારજનો સાથે મિલન કરાવાયું

રાજકોટ તા. ૧૭ : ગૂમ થયેલા, અપહરણ થયું હોય તેવા લોકોને શોધી કાઢવાની ડ્રાઇવ અંતર્ગત એલસીબી ઝોન-૧ ટીમે ચાર લોકોને એલસીબી ઝોન-૧ ટીમે શોધી કાઢી તેમના પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું.

જાણવા મળ્યા મુજબ કુવાડવાના સોખડા ગામે રહેતો અજય દામજીભાઇ રાઠોડ (ઉ.વ.૨૧) નામનો યુવાન થોડા દિવસ પહેલા ઘરેથી ગૂમ થતાં કુવાડવા પોલીસમાં જાણ કરાઇ હતી. અજયને માલિયાસણ ચોકડી પાસેથી શોધી લેવાયો હતો. તેણે ઘર છોડી દીધા બાદ ગમે ત્યાં ખાઇ પી સુઇ જતો હતો.

બીજા બનાવમાં ચિત્રકુટ પાર્ક-૩માં રહેતાં બાબુભાઇ મોહનભાઇ કાકડીયા (ઉ.વ.૫૫) ગૂમ થતાં બી-ડિવીઝનમાં જાણ કરાઇ હતી. તેને કાલાવડના ખંઢેરા ગામેથી શોધી કઢાયા હતાં. જ્યારે મોરબી રોડ સીટી સ્ટેશન પાસે શાળા નં. ૭૭ નજીક રહેતાં દિનેશભાઇ આણંદજીભાઇ પરમાર (ઉ.વ.૭૭) ગૂમ થતાં બી-ડિવીઝનમાં જાણ કરાઇ હતી. તેમને સિવિલ હોસ્પિટલ ચોક ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે સુતા હોઇ ત્યાંથી શોધી લેવાયા હતા.

જ્યારે ખોડીયાર સોસાયટી-૪ સહકાર રોડના શ્વાતીબેન હિતેષભાઇ પંડ્યા (ઉ.વ.૨૪) ગૂમ થતાં ભકિતનગર પોલીસમાં નોંધ કરાવાઇ હતી. તેણીને ગોંડલ સંબંધીને ત્યાંથી શોધી કાઢી પરિવારજનોને પરત સોંપાયા હતાં.

અમુકને મગજ ભમતો હોવાથી નીકળી ગયા હતાં તો કોઇ અંગત કારણોસર ઘર છોડી ગયા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમારની સુચના અનુસાર પીએસઆઇ બી. વી. બોરીસાગર, એએસઆઇ ભરતભાઇ વાઘેલા, હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા, મનરૃપગીરી ગોસ્વામી, ધર્મરાજસિંહ જાડેજા, કોન્સ. રવિરાજભાઇ પટગીર, સત્યજીતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજા સહિતની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.

(2:33 PM IST)