News of Thursday, 17th October 2024
મનપાના સીટી ઇજનેર અઢીયાની કામગીરીમાં ફેરફાર : સામા કાંઠાનો હવાલો શ્રી વાસ્તવને
એમ.આર.શ્રીવાસ્તવને ઇન્ચાર્જ સીટી ઇજનેર બનાવાયાઃ આસી. એન્જી. પ્રદીપ કંડોલીયાને ૩ વોર્ડમાં એ.ટી.પી. તરીકેની વધારાની કામગીરી સોંપાઇ

રાજકોટ, તા., ૧૭ : મ્યુનિ. કોર્પોરેશનમાં બદલીઓનો દોર ચાલી રહયો છે ત્યારે વધુ એક વખત મ્યુનિ. કમિશનર દ્વારા સીટી ઇજનેરની કામગીરી તથા તથા ડે. એન્જી. ની કામગીરીમાં અરસ પરસ બદલાવ કરવામાં આવ્યો છે.
આ અંગે મ્યુનિ. કમિશ્નરે કરેલ હુકમમાં જુદા-જુદા અધિકારી, કર્મચારીઓની કામગીરીમાં જાહેર સેવાના હોતાર્થે અને વહીવટી સરળતા ખાતર ફેરફાર કરવાનો આથી હુકમ કરવામાં આવ્યો છે. જેમાં પી.ડી.અઢિયા, (સીટી એન્જીનીયર)ને (૧)સ્માર્ટ સીટી-સેલ ખાતે જનરલ મેનેજર (RSCDL)(૨)અર્બન પ્લાનિંગ સેલ, ટ્રાફિક ટ્રાન્સપોર્ટ ર્પાકિંગ મેનેજમેન્ટ વિભાગ અને આવાસ યોજના ટેક. ખાતે સીટી એન્જીનીયર (૩)રાજકોટ રાજપથ લી. (RRL) ખાતે જનરલ મેનેજર (GM), (૪) Jnnurm, AMRUT, SJMMSVY ગ્રાન્ટને લગત ટેકનીકલ કામગીરી (૫)આજી રીવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેકટ અર્બન ફોરેસ્ટને લગત તમામ કામગીરી એમ.આર.શ્રીવાસ્તવ નો (આસી.ટાઉન પ્લાનર)ને ઇસ્ટ ઝોન-બાંધકામ ખાતેની ઈ.ચા.સીટી એન્જી.(સ્પે.)તરીકે તથા પ્રદિપ આર.કંડોલીયાની આસી.એન્જી. (સિવિલ)ને વોર્ડ નં.૧૦ માં આસી. એન્જી.(સિવિલ) ઉપરાંત વોર્ડ નં.૦૧, ૦૮ અને ૦૯ માં ઈ.ચા.એ.ટી.પી. તરીકે કામગીરી સોંપવામાં આવી છે.
(2:34 PM IST)










