News of Thursday, 17th October 2024
જંગલેશ્વર બુધ્ધનગરમાં મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા મહેશ અને મનસુખ પકડાયા
પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.જે.હુણ તથા ટીમની કામગીરીઃ દેશી દારૂ તથા સાધનો મળી રૂા. ૪ર હજારનો મુદમાલ કબ્જે

રાજકોટ, તા., ૧૭: જંગલેશ્વરના બુધ્ધનગરમાં પીસીબીની ટીમે બાતમીના આધારે મકાનમાં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમી મળતા પીસીબીના પીએસઆઇ એમ.જે.હુણ સહીતના સ્ટાફે બુધ્ધનગર શેરી નં. ૧ માં એક મકાનમાં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા મકાન માલીક મહેશ ઉર્ફે બગો કાળુભાઇ જુલાણીયા (ઉ.વ.૩૦) અને ઢેબર કોલોની ઇમામ ખાનાની સામે રહેતો મનસુખ રણછોડભાઇ મકવાણા (ઉ.વ.પર)ને પકડી લઇ રૂા. ૧૯૪૦૦ની કિંમતનો દેશી દારૂ રૂા.૧૫૦૦૦ની કિંમતનો આથો અને રૂા. ૮રપ૦ની કિંમતના ભઠ્ઠીના સાધનો મળી રૂા. ૪૨૬૫૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરી પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.જે.હુણ, પી.બી.ત્રાજીયા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, હેડ કોન્સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, ઘનશ્યામસિંહ ચૌહાણ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, રાહુલગીરી ગોસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, કોન્સ. યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા, કુલદીપસિંહ જાડેજા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.
(4:32 PM IST)










