<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

સાઝ ઔર આવાઝઃ આ વર્ષનો ચોથો અને સંગીત સફરનો રવિવારે ૪પમો કાર્યક્રમઃ ફ્રી ચેકઅપ કેમ્‍પ

ગાયકો નિરજ પાઠક અને અશ્‍વિન મહેતાઃ નિઃશુલ્‍ક હૃદયરોગ અને જનરલ ચેકઅપ કેમ્‍પ

રાજકોટઃ ‘સાઝ ઔર આવાઝ'ના ૧૧માં વર્ષનો ચોથો અને સંગીત સફરનો ૪પમો કાર્યક્રમ તા. ર૦ના રવિવારે યોજાયેલ છે. આ સાથે ફ્રી ચેકઅપ કેમ્‍પનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.

ભકિતનગર-૩ માં આવેલ રાજકોટ એન્‍જીનિયરીંગ એસોસીએશનના હોલ ખાતે ર૦મીના રવિવારે સાંજે ૬ વાગ્‍યાથી આયોજીત આ સંગીતના કાર્યક્રમમાં નિરજ પાઠક અને અશ્‍વિની મહેતા સૂર રેલાવશે.

આ સાથોસાથ પ્‍લેક્ષ મેડ કેર હોસ્‍પિટલ, રાજકોટ એન્‍જીનિયરીંગ એસોસીએશન તથા સાઝ ઔર આવાઝના સંયુકત ઉપક્રમે ર૦મીના બપોરે ૩:૩૦ થી પઃ૩૦ સુધી ફ્રી હૃદયરોગ અને જનરલ ચેકઅપ કેમ્‍પનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. કેમ્‍પમાં ડો. હેમંત વાર્શનેય, ડો. ગૌતમ જોબનપુત્રા, ડો. કૃપાલી ભાયાણી, ડો. ખેવના ધામેચા સેવા આપશે.

આયોજનને સફળ બનાવવા અશોક દેસાઇ, વિજય નાગ્રેચા, જીતેન્‍દ્ર શુકલ, જયંત અગ્રવાલ જહેમત ઉઠાવી રહ્યા છે. આ અંગે વધુ માહિતી માટે મો. ૯૯રપ૭ ૧૭૬૬૩ ઉપર સંપર્ક કરી શકાય છે.

(4:26 PM IST)