<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

શ્રી પંચનાથ હોસ્‍પિટલના નિષ્‍ણાંત-અનુભવી તબીબો દ્વારા અનેક દર્દીઓને નવજીવન પ્રાપ્‍ત

ડો. ગૌરાંગ પટેલ, ડો. કેલ્‍વિન વૈશનાની તથા ડો. જયસન ધામેચાની પ્રશંસનીય કામગીરીઃ રાજકોટની જનતા માટે રાહત દરે સચોટ નિદાન અને તાત્‍કાલિક સારવાર માટે વિશ્વાસનું પ્રતિક બની ગયેલી શ્રી પંચનાથ હોસ્‍પિટલ

રાજકોટઃ આજથી સાડા ત્રણ વર્ષ પહેલા એટલે કે જાન્‍યુઆરી ૨૦૨૧માં અનેક સંતો મહાત્‍માઓના આશીર્વાદથી શરૂ થયેલી શ્રી પંચનાથ હોસ્‍પિટલ આજે  સૌરાષ્ટ્ર અને કચ્‍છની જનતા માટે રાહત દરે સચોટ નિદાન અને તાત્‍કાલિક સારવાર માટેનું આશ્રય સ્‍થાન બની ચુકી છે ટ્રસ્‍ટીઓની સેવાકીય ભાવના સફળ સંચાલન  નિષ્‍ણાત તબીબો, વિવેકી અને વિનયી કર્મચારીશ્રીઓ થકી દર્દીઓનો અતૂટ વિશ્વાસ પંચનાથ હોસ્‍પીટલ  સંપાદન કરી રહી હોવાનું યાદીમાં જણાવાયું છે.

હોસ્‍પિટલમાં  લોહીના પરીક્ષણ માટે અતિ આધુનિક લેબોરેટરી દાંત, આંખ, કાન નાક ગળા, એક્‍સ રે, સોનોગ્રાફી, સીટી સ્‍કેન, તાત્‍કાલિક સારવાર જેવા વિભાગો કાર્યરત છે સાથોસાથ અનેક રોગોના સારવાર માટેના વિભાગો જેમ કે  ઈ એન ટી, ગાયનેક, જનરલ સર્જરી, ઓર્થોપેડીક, બાળકોની સારવાર, પેટ આંતરડા, ન્‍યૂરોલોજી, જનરલ મેડીસીન, ચામડીના જટિલ રોગોના નિષ્‍ણાત તબીબોની ઓ પી ડી દ્વારા સચોટ નિદાન અને તેની રાહત દરે સારવાર પણ શ્રી પંચનાથ હોસ્‍પિટલમાં જ કરવામાં આવે છે

તાજેતરમાં ઇન્‍દુમતિબેન  ( ઉંમર વર્ષ ૮૪) નામની મહિલા દર્દીને પગમાં સોજા ડાબા પગમાં નબળાઈ  (લકવાની અસર) ત્રણ કે ચાર દિવસથી પેટમાં કબજિયાત સાથે  સતત દુખાવો તેમને જમણા તથા ડાબા હાથમાં લકવાની અસર થતાં તેણીને તાત્‍કાલિક સારવાર વિભાગમાં દાખલ કરવામાં આવ્‍યા હતા આવી કપરી પરિસ્‍થિતિમાં ડો. ગૌરાંગ પટેલ, ડો. કાર્તિક મોઢા તથા મગજના ડો. કૌમિલ કોઠારીના સંયુક્‍ત પ્રયાસથી આ ૮૪ વર્ષના મહિલા દર્દીને ફક્‍ત તેર દિવસમાં જ સાજા કરીને તેમને  હોસ્‍પિટલમાંથી  હસતા મોઢે રજા આપવામાં આવી હતી આ સમયે દર્દીના તથા તેમના પરિવારજનોના ચહેરા પર સ્‍મિત હોય તે સ્‍વાભાવિક છે.

બીજા દર્દી  કુલદીપભાઈ (ઉંમર વર્ષ ૩૫)ને  તાવ તથા ઠંડી છેલ્લા બે દિવસથી ભૂખ ન લાગવી સતત માથું દુખવું ચામડી પર ચાઠા પડી જવા જટિલ રોગ સાથે પંચનાંથ હોસ્‍પિટલ પર આવતા તેઓને  સારવાર વિભાગમાં  દાખલ કરવામાં આવ્‍યા હતા અને તમામ  પ્રકારના લોહીના રીપોર્ટ કર્યા બાદ ડેન્‍ગ્‍યુના લક્ષણો જણાતા ડો. ગૌરાંગ પટેલની દેખરેખ નીચે   સૌ પ્રથમ તો આઇ સી યુ  વિભાગમાં દાખલ કરવામાં આવ્‍યા હતા અને જરૂરી તમામ પ્રકારની સારવાર કારગત નીવડતા તેઓને ફક્‍ત ત્રણજ દિવસમાં હોસ્‍પિટલમાંથી રજા આપવામા આવી હતી.

સોનલબેન ( ઉમર વર્ષ ૩૫ )નામના દર્દી ભૂલથી ઘઉંમાં નાખવાનો પાઉડર ખાઇ ગયા હતા અને તેઓ સારવાર માટે પંચનાથ હોસ્‍પિટલ પર આવતા તેઓને ડો. જયસન ધામેચા સાહેબની સૂચનાથી તાત્‍કાલિક ધોરણે આઇ સી યુ માં દાખલ કરવામાં આવ્‍યા હતા બે દિવસની સારવાર દરમ્‍યાન જ ભયજનક જીવલેણ પરીસ્‍થિતિમાંથી બહાર નીકળ્‍યા બાદ તેમને જનરલ વોર્ડમાં તબદીલ કરવામાં આવ્‍યા હતાં અને તયાં બે દિવસની સારવાર બાદ હોસ્‍પિટલમાંથી રજા આપવામા આવી હતી.

 આકાશભાઈ  (ઉંમર વર્ષ ૧૮) નામના દર્દી  માળિયા પાસે મોરબી હાઇવે રોડ પરથી  કારખાનેથી છૂટયા બાદ ઘરે જઈ રહ્યા હતા ત્‍યારે ટ્રક સાથે અકસ્‍માત થતા હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી ડો. ભૌમિક ભાયાણી (પ્‍લાસ્‍ટિક સર્જન) તથા ડો, કેલ્‍વિન વૈશનાની (ઓર્થોપેડીક સર્જન)ના સંયુક્‍ત પ્રયાસથી હાથનું સફળ ઓપરેશન કરવામાં આવ્‍યું હતું ચાર દિવસ બાદ ગંભીર રીતે ઘવાયેલાં આકાશભાઈને  પણ હોસ્‍પીટલમાંથી રજા આપવામાં આવતા તેમના ચેહરા પરની ખુશી  હોસ્‍પિટલના સ્‍ટાફ માટે ખરેખર આનંદદાયક હતી. હાથના આંગળા કાપવા પડે તે પરીસ્‍થિતિમાથી ટ્રીટમેન્‍ટ કરી આંગળીઓ બચાવી લેવામાં આવેલ.

નિલેષભાઈ નામનાં દર્દીને પંચનાથ હોસ્‍પિટલના ઇમર્જન્‍સિ વિભાગમાં દાખલ થયેલ હતા.જેમને સતત ઉલટીની ફરિયાદ હતી. દર્દી બીજાના ખેતરમાથી પસાર થતાં હતા તે સમયે ત્‍યાં monocrotophos નામની જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવતો હતો જે દર્દીનાં શ્વાસમાં જવાથી દર્દીને બેભાન હાલતમાં પંચનાથ હોસ્‍પિટલમાં લાવવામાં આવેલ હતા જયાં તેમની હાલત ગંભીર જણાતા ડો.ગૌરાંગ પટેલ દ્વારા તેમને ICUમાં દાખલ કરી તાત્‍કાલિક સારવાર આપવામાં આવેલ જે કારગત નીવડતા દર્દીને   ડિસ્‍ચાર્જ કરવામાં આવેલ હતા.

જનતાનો જબરો વિશ્વાસ સંપાદન કરનાર શ્રી પંચનાથ હોસ્‍પિટલ ટ્રસ્‍ટના પ્રમુખશ્રી દેવાંગભાઈ માંકડ માનદમંત્રીશ્રી મયુરભાઈ શાહ , ખજાનચીશ્રી ડી.વી.મહેતા ટ્રસ્‍ટીશ્રીઓ વસંતભાઈ જસાણી, મહેન્‍દ્રસિંહ ગોહેલ, ડો. રવિરાજ ગુજરાતી, અનિલભાઈ દેસાઈ,નીરજભાઈ પાઠક, સંદીપભાઈ ડોડીયા, નીતિનભાઈ મણિયાર, નારણભાઈ લાલકિયા જેવા સેવાના ભેખધારીઓ હોસ્‍પીટલમાં  આવતા તમામ પ્રકારના દર્દીઓને રાહત દરે સચોટ નિદાન અને સારવાર મળી રહે તે માટે સતત પ્રયત્‍નશીલ રહ્યા છે.

હોસ્‍પિટલની કોઇપણ પ્રકારની વધુ માહિતી મેળવવા માટે ઇન્‍ચાર્જ શ્રીમતી ધૃતિબેન ધડુકનો રૂબરૂમાં અથવાતો લેન્‍ડ લાઈન નં ૦૨૮૧ ૨૨૨૩૨૪૯/૨૨૩૧૨૧૫ પર સંપર્ક કરવો તેવી વહીવટી તંત્રની યાદી જણાવે છે.

(3:20 PM IST)