News of Thursday, 17th October 2024
શહેરના મુખ્ય ચોકના સર્કલ નાના કરવા ડો.દર્શીતા શાહની રજુઆત ફળીઃ લોકોને રાહત મળશે
રાજકોટ-૬૯ના મહિલા ધારાસભ્યએ મનપા તથા પોલીસ કમિશનરને રૂબરૂ મળી સમસ્યા વર્ણવેલ

રાજકોટ,તા. ૧૭: શહેરના વિવિધ ચોકમાં ટ્રાફીક સમસ્યા નિવારવા માટે સર્કલને નાના કરવાની કામગીરી અંગે રાજકોટ-૬૯ના ધારાસભ્ય ડો. દર્શીતા શાહ દ્વારા મ્યુ.કમિશનર તથા પોલીસ કમિશનરને રજુઆત કરવામાં આવી હતી.
જે અંતર્ગત મનપા દ્વારા કોટેચા ચોક તથા રૈયા ટેલીફોન એકસચેન્જ ખાતેના સર્કલને નાના કરવાની શરૂઆત કરવામાં આવતા ધારાસભ્ય ડો.દર્શીતા શાહની સફળ રજુઆતથી થોડા સમયમાં જ લોકોને મુખ્ય ચોકના ટ્રાફીકમાંથી રાહત મળવા લાગશે.
(3:23 PM IST)










