<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

દતોપંતજીનું જીવન મારા માટે પ્રેરણાષાોત : હસુભાઇ દવે

જીવનમાં ઉતારનાર હસુભાઈ દવે આદર્શ સ્‍વયંસેવક છે : વજુભાઈ વાળા : દતોપંતજી અને હસુભાઈનાં જીવનવળત પુસ્‍તકો કાર્યકર્તાઓ માટે માર્ગદર્શક રૂપ છેઃ પુરુષોત્તમભાઇ રૂપાલા : ભારતીય મજદૂર સંઘના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ હિરણ્‍યમય પંડ્‍યાના અધ્‍યક્ષ સ્‍થાને સૌરાષ્‍ટ્રભરના જાહેર જીવનના અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં પુસ્‍તક લોકાર્પણનો ગરિમા પૂર્ણ કાર્યક્રમ

રાજકોટ : ભારતીય મજદૂર સંઘના રાષ્‍ટ્રીય મહામંત્રી તેમજ આંતરરાષ્‍ટ્રીય સ્‍તર ભારતનું પ્રતિનિધિત્‍વ કરનાર શ્રમિક ક્ષેત્રના જાણીતા ચિંતક, આજન્‍મ સેવાવ્રતી, સર્વ મિત્ર સમાન શ્રી હસુભાઈ દવે દ્વારા ગુજરાતીમાં અનુવાદિત પુસ્‍તકો, તેમજ ભારતીય મજદૂર સંઘના રાષ્‍ટ્રીય નેતા શ્રી અમરનાથ ડોગરા દ્વારા લિખિત ‘હસુભાઈ દવે - જીવનવળત' પુસ્‍તકના લોકાર્પણનો કાર્યક્રમને ખૂબ જ ગરિમા મળી અને તે રીતે રાજકોટ ખાતે સંપન્ન થયો. આ પ્રસંગે દેશના જાણીતા ચિંતક શ્રી દતોપંત ઠેંગડીજી જીવનવળતના ગુજરાતી સંસ્‍કરણનું પણ લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.

૧૯૭૦ના દાયકામાં મજદૂર પ્રવળત્તિમાં દાયકાઓ સુધી સાથે કામ કરનાર અને જનસંઘના મોભીશ્રી ચીમનભાઈ શુક્‍લની ઓફિસમાં કારકિર્દી શરૂ કરનાર શ્રી વજુભાઈ વાળા જણાવ્‍યું હતું કે, રાજકોટ શહેરમાં અમે નાના અને ગરીબ કામદારો અને ખાસ કરીને અસંગઠિત કામદારો માટે યુનિયનની શરૂઆત કરેલી અને શ્રી ચીમનભાઈ શુક્‍લને પ્રેરણાથી રાજકોટમાં અનેક યુનિયન અમે ચલાવતા હતા અને બાદમાં મારી સાથે શ્રી હસુભાઈ દવે જોડાયા, પછીથી મારી રાજનૈતિક ક્ષેત્રમાં જવાબદારી આવી અને હસુભાઈએ આજીવન પોતાનું સમગ્ર જીવન એક પ્રચારકને છાજે તે પ્રકારે રાષ્‍ટ્રને સમર્પિત કર્યું. માત્ર રાજકોટ - ગુજરાત નહિ પરંતુ રાષ્‍ટ્રીય સ્‍તરે શ્રી હસુભાઈ દવેની મજદૂર નેતા તરીકે આગવી પ્રતિષ્ઠા પ્રસ્‍થાપિત થઈ. તેઓના જીવનમાં અને તેઓના પરિવારમાં અત્‍યંત કપરી પરિસ્‍થિતિઓ આવી છે, ઘરમાં નિર્દોષ નાના બાળકથી લઈ વળદ્ધ એવા ત્રણ-ત્રણ પરિવારજનોની હત્‍યા થાય પરંતુ આમ છતાં ધ્‍યેય માર્ગથી જરા પણ હસુભાઈ દવે વિચલિત ન થયા. આ ખરેખર તો રાષ્‍ટ્રની એવી ઘટના છે જેની પ્રત્‍યેક કાર્યકર્તાએ પ્રેરણા લેવી જોઈએ. શ્રી હસુભાઈ દવે શ્રમિક હિત, ઉદ્યોગહિત અને સમાજહિત એમ ત્રણેય બાબતોનો સુચારુરૂપથી સમન્‍વય કરી શકનાર વિરલ વ્‍યક્‍તિત્‍વ છે.

રાજકોટના સંસદ સભ્‍ય અને પૂર્વ કેન્‍દ્રીય મંત્રીશ્રી પુરુષોત્તમભાઇ રૂપાલાએ ખૂબ જ રસપ્રદ રીતે હસુભાઈ દવે સાથેના સંબંધોના સંભારણા યાદ કરતા જણાવ્‍યું હતું કે, હું જ્‍યારે અમરેલી નગરપાલિકામાં ચીફ ઓફિસર હતો ત્‍યારે હસુભાઈ દવેનું નગરપાલિકામાં યુનિયન હતું અને રાજકોટ ખાતે અમારે મજૂરોનો કોઈ પ્રશ્‍નો માટે આવવાનું થાય ત્‍યારે કામદાર અગ્રણીઓ અને અમે સૌ એસટી બસમાં સાથે મુસાફરી કરતા આવીએ અને હસુભાઈ દવેને મળીએ. તે સમયે પણ શ્રી હસુભાઈ દવે શ્રમિકોને ન્‍યાય મળે અને આવો ન્‍યાય પણ વિધિ માન્‍ય હોય તે પ્રકારનો પ્રયત્‍ન તેઓનો રહેતો હતો. આમ મારો શ્રી હસુભાઈ દવે સાથે ખૂબ જ જૂનો નાતો રહ્યો છે અને આજે તેઓના જીવનને પ્રત્‍યક્ષ રીતે નિહાળી અને દિલ્‍હી કાર્યાલયમાં રહેતા શ્રી અમરનાથ ડોગરાજીએ ‘હસુભાઈ દવે - જીવનવળત' નામનું પુસ્‍તક લખ્‍યું છે તે પ્રત્‍યેક કાર્યકર્તાઓએ વાંચવું જોઈએ ખાસ કરીને સંગઠનમાં કામ કરનાર કાર્યકર્તાઓને આ પ્રકારના પુસ્‍તકો ખૂબ જ પ્રેરણાદાયી બની રહેતા હોય છે, મને એ વાતનું ગૌરવ છે અને હું ખાસ ઉલ્લેખ કરવા માગું છું કે શ્રી હસુભાઈ દવે પ્રકારના કર્મઠ કાર્યકર્તા ડ્ડ સ્‍વયંસેવક જીવનમાં સાચા અર્થમાં પ્રત્‍યેક કાર્યકર્તા માટે પ્રેરણાદાયી છે.

આ પ્રસંગે શ્રી હસુભાઈ દવે જણાવ્‍યું હતું કે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના સ્‍વયંસેવક હોવું એ મારા માટે અત્‍યંત ગૌરવપૂર્ણ છે, ૧૯૬૭માં શ્રમિક જગતમાં મને જવાબદારી આપવામાં આવી અને થોડા જ સમયમાં શ્રી દત્તોપંતજીના સાનિધ્‍યનો લાભ મળ્‍યો અને તેઓની પ્રેરણાથી ભારતીય મજદૂર સંઘની વિવિધ જવાબદારીઓ મને આપવામાં આવી, શ્રમિક જગતમાં ખાસ કરીને ભારતીય વિચાર, તેમજ જે કામદારની રોજી રોટી છે તે ઉદ્યોગ પણ ટકી રહે અને કામદારને પૂરતો ન્‍યાય મળે આવા વિચારથી ભારતીય મજદૂર સંઘ દેશમાં આજે પ્રથમ ક્રમનું ટ્રેડ યુનિયન છે, કામ કરતા કરતા અનેકવિધ સંઘર્ષો આવ્‍યા છે. સાથોસાથ અત્‍યંત કપરો સમય પણ આવ્‍યો છે પરંતુ વિચારધારામાં મારી પૂર્ણ શ્રદ્ધાને કારણે મને હંમેશા વધુ કામ કરવાની પ્રેરણા મળી છે, શ્રી ચીમનભાઈ શુક્‍લની ઓફિસમાં મેં અને શ્રી વજુભાઈ વાળાએ સાથે કામગીરીની શરૂઆત કરેલી અને મૂળભૂત રીતે તો સંઘના અમે બધા સ્‍વયંસેવક અને તેના તે રાષ્‍ટ્ર કાર્ય કરવાની પ્રેરણા અમને યુવાનીથી જ મળેલી છે. તેનું આજે પણ પૂર્ણ ગૌરવ છે અને હજુ પણ સતત સક્રિયતા સાથે આ ક્ષેત્રમાં સમય આપી અને પ્રદાન કરતા રહીએ તેવી ઈશ્વર શક્‍તિ આપે તેવી સતત પ્રાર્થના પણ કરતા રહીએ છીએ.

અધ્‍યક્ષ સ્‍થાનેથી સંબોધન કરતા ભારતીય મજદૂર સંઘના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી હિરણ્‍યમય પંડ્‍યા એ જણાવ્‍યું હતું કે હસુભાઈ દવે અમારા સૌ માટે માર્ગદર્શક છે, દેશભરમાં ભ્રમણ કરી અથાક પરિશ્રમ દ્વારા ભારતીય મજદૂર સંઘ ને પ્રથમ ક્રમે લાવવામાં જેઓનો મહત્‍વપૂર્ણ પ્રદાન છે તેવા શ્રી હસુભાઈ દવે વર્તમાનમાં યુવાનોને શરમાવે તેવી સ્‍ફૂર્તિથી કામ કરી રહેલ છે, આજે સૌરાષ્‍ટ્ર ગુજરાતના ભારતીય મજદૂર સંઘના અગ્રણીઓ અહીં હાજર છે ત્‍યારે સંગઠનના કામ કરનાર દરેક વ્‍યક્‍તિએ શ્રી હસુભાઈ દવેના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ.

આ પ્રસંગે એપોલો ટાયર ના જનરલ મેનેજર શ્રી પી પી શર્મા ખાસ રાજકોટ આવ્‍યા હતા અને શ્રમિકો અને માલિકોને માટે સમન્‍વયકારી વલણ લઈ કામદારોને કેવી રીતે ન્‍યાય અપાવે છે તે સંદર્ભે પોતાના ઉદગારો વ્‍યક્‍ત કર્યા હતા.

ભરચક હાજરી વચ્‍ચે આયોજિત આ ગરિમા પૂર્ણ સમારોહમાં રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના પ્રાંત સંચાલક શ્રી મુકેશભાઈ મલકાણ, રાજકોટના ડો. જીતેન્‍દ્ર અમલાણી, રાષ્‍ટ્રીય સંગઠન મંત્રીશ્રી સુરેન્‍દ્રનજી, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી, સંસદ સભ્‍ય શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્‍યો રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ તેમજ પૂર્વ પ્રધાન શ્રી ગોવિંદભાઈ પટેલ, કાર્યકારી કુલપતિ શ્રી કમલભાઈ ડોડીયા, નાગરિક બેંકના ચેરમેન શ્રી દક્ષિણી, શ્રીજી ગૌશાળાના શ્રી રમેશભાઈ, ભારતીય મજદૂર સંઘના પ્રદેશ ઉપાધ્‍યક્ષ સહદેવસિંહ જાડેજા, જાણીતા ચેમ્‍બર અગ્રણી શ્રી હીરાભાઈ માણેક, દીપકભાઈ સચદે, વીવીપી કોલેજના ટ્રસ્‍ટી શ્રી કૌશિકભાઇ શુક્‍લ, શ્રી કશ્‍યપભાઈ શુક્‍લ ઉપરાંત શ્રી શૈલેષભાઈ ઠાકર, ગેલેક્‍સી ગ્રુપના જીવણભાઈ પટેલ, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પ્રો. ભરત રામાનુજ, ઉપરાંત કિશોરભાઈ મુંગલપરા જનકભાઈ કોટક, રામજીભાઈ તેમજ રમાબેન માવાણી, ચાન્‍સેલર શ્રી બળવંતભાઈ જાની માવજીભાઈ ડોડીયા, શ્રી પ્રવીણભાઈ ધોળકિયા, રામજીભાઈ શિયાણી, નલીનભાઈ વસા, પૂર્વકુલપતિ નવીન શેઠ, નેહલ શુક્‍લ, મનીષભાઈ રાડિયા, રિલાયન્‍સના લીગલ એડવાઈઝર શ્રી યોગેશભાઈ રાજ્‍યગુરુ, ધારાશાષાીશ્રી લલિત સિંહ શાહી, સંજયભાઈ વ્‍યાસ, જયુભાઈ શુક્‍લ તેમજ અધિકવક્‍તા પરિષદના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

 આ પ્રસંગે શ્રી નરેન્‍દ્ર ભાઈ દવે તેમજ મુરલીભાઈ દવે, ભારતીય મજદૂર સંઘના વાલજીભાઈ ચાવડા, કિરણભાઈ ઓઝા, નયનાબેન ત્રિવેદી, મુસાભાઇ જોબન વગેરે હાજરી આપી હતી. સમારોહનું ઉત્‍કળષ્ટ સંચાલન ડો. રમેશ ઘોડાસરાએ કર્યું હતું અને શ્રી અમરનાથજી તેમજ શ્રી કલ્‍પક ત્રિવેદી દ્વારા મોકલાયેલ સંદેશાનુ વાંચન પ્રો. કમલેશ જોશીપુરાએ કર્યું હતું.

આ ઉપરાંત શ્રી દતોપંતજી ઉપર હિન્‍દીમાં લખાયેલ પુસ્‍તકનું ગુજરાતી સંસ્‍કરણ, તેમજ દેશભરમાં પ્રવાસ દરમિયાન શ્રી દતોપંતજી દ્વારા પ્રયોજાયેલ બૌદ્ધિકની પાંચ જેટલી પુસ્‍તિકાઓનું ગુજરાતીમાં અનુવાદ શ્રી હસુભાઈ દવે દ્વારા કરવામાં આવ્‍યો છે, તે પુસ્‍તકોનું પણ લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.

શ્રી હસુભાઈ દવેની રાષ્‍ટ્રીય કક્ષાએ ભારતીય મજદૂર સંઘના રાષ્‍ટ્રીય મહામંત્રી તેમજ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ પદની જવાબદારી હતી, તે અરસામાં તેઓ ભારતીય મજદૂર સંઘના નવી દિલ્‍હી ખાતે આવેલ રામ નરેશ ભવન-કાર્યાલયમાં ઘણા વર્ષો સુધી રહેલા અને શ્રી અમરનાથ ડોગરાજીએ શ્રી હસુભાઈ ખૂબ જ વહેલી સવારે ઉઠી જઈ અને પોતાનું બધું જ કામ જાતે કરી અને આઠ વાગ્‍યાથી પોતાના કાર્યમાં લાગી જતા અને મોડીરાત સુધી અથાક પરિશ્રમ દ્વારા કાર્યરત રહેતા હતા. કાર્યકર્તાઓને મળવું કાર્યકર્તાઓ સાથે કેવી રીતે વાતચીત કરવી કાર્યકર્તાઓ સાથે વ્‍યવહાર તેમજ દૂરથી આવેલા નાનામાં નાના કાર્યકર્તાને કેવી રીતે સન્‍માન આપવું અને તેની વાત કેવી રીતે શાંતિથી સાંભળી અને તેના પ્રશ્‍નોનો નિવેડો કેવી રીતે લાવવો આ પ્રત્‍યેક બાબતોનું નિરીક્ષણ શ્રી અમરનાથ ડોગરા કરતા હતા અને તેઓના નિરીક્ષણ ના આધાર ઉપર તેઓએ આ પુસ્‍તક લખ્‍યું છે.

શ્રી અમરનાથજી પોતાના પુસ્‍તકમાં જણાવે છે કે ૧૯૯૪ની સાલમાં શ્રી હસુભાઈ દવે રાષ્‍ટ્રીય મહામંત્રી બન્‍યા અને તેઓનું હેડ ક્‍વાર્ટર દિલ્‍હી નક્કી થયું. દિલ્‍હી ખાતે રામ નરેશ ભવનમાં શ્રી હસુભાઈ દવેએ ઓફિસ વિભાગની સામે જ પોતાના નાનકડા રૂમમાં પોતાનું નિવાસસ્‍થાન બનાવ્‍યું, અને પોતાની દિનચર્યા ના આધાર ઉપર કાર્યકર્તાઓ માટે અત્‍યંત પ્રેરણા રૂપ એમનું જીવન બની ગયેલ એ સંદર્ભેની નાની નાની ઘટનાઓ આ પુસ્‍તકમાં વણી લેવામાં આવી છે.

માત્ર ગુજરાતની નહિ પરંતુ દેશભરમાં મજદૂર ક્ષેત્રમાં લોકપ્રિય શ્રી હસુભાઈ દવે દેશના જાણીતા મજૂર કાયદાઓના એડવોકેટ પણ છે અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તર ઉપર પણ તેઓનું ઉત્‍કળષ્ટ પ્રદાન રહેલું છે. સાથોસાથ ગુજરાતમાં આવેલા ૧૨૦ જેટલા વિવિધ ટ્રેડ યુનિયનના અધ્‍યક્ષ તરીકે પણ જવાબદારી ૩૦ વર્ષ કરતાં પણ વધારે સમય માટે સંભાળી છે.  હસુભાઈ દવે ૧૯૯૪ થી ૨૦૦૨ની સાલ સુધી ભારતીય મજદૂર સંઘના રાષ્‍ટ્રીય મહામંત્રી રહેલા હતા અને ૨૦૦૨ થી ૨૦૦૫ સુધી રાષ્‍ટ્રીય અધ્‍યક્ષની જવાબદારી સંભાળી હતી.

વધુમાં ૨૦૦૫ થી ૨૦૧૧ સુધી ફાયનાન્‍સિયલ ક્ષેત્રો તથા કોલ અને નોન કોલના પ્રભારી તરીકે કામગીરી કરેલ હતી.અત્‍યારે તેઓ વરિસ્‍ઠ નાગરિક મહાસંઘના અખિલ ભારતીય અધ્‍યક્ષ તરીકે જવાબદારી સાંભળી રહેલ છે. તેઓ  કે.એસ.પી.સી.  રાજકોટમાં ૧૯૯૧ થી પ્રમુખ તરીકેની જવાબદારી પણ સાંભળી રહેલ છે.  તેમ શ્રી સહદેવસિંહ જાડેજા   (પ્રદેશ ઉપાધ્‍યક્ષ ભારતીય મજદૂર સંઘ, મો.૯૮૭૯૪૯૦૭૯૪) ની યાદીમાં જણાવાયું છે.

(3:33 PM IST)