News of Thursday, 17th October 2024
સાયબર ક્રાઇમ પોલીસના ગુનામાં ફરાર શખ્સને રાજસ્થાનથી પકડી લેવાયો
પેરોલ ફરલો સ્ક્વોડની ટીમની કામગીરી

રાજકોટ તા. ૧૬: શહેર સાયબર ક્રાઇમ પોલીસના છેતરપીંડી તથા આઇટી એક્ટ હેઠળના ગુનામાં ફરાર શખ્સને પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે પકડી લીધો છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમામ્ં નોંધાયેલા ગુનામાં રાજસ્થાનના ડીંગ જીલ્લાના બુહાપુરનો અબ્દુલા હમીદ (ઉ.વ.૩૭) ફરાર હોઇ તેને તેના ગામેથી પકડી લેવાયો છે. પોલીસ કમિશનર, જેસીપી, ડીસીપી ક્રાઇમ, એસીપી ક્રાઇમની સુચના અનુસાર પીઆઇ સી. એચ. જાદવની ટીમે આ શખ્સને પકડીને સાયબર ક્રાઇમ પોલીસને સોંપ્યો છે.
(3:55 PM IST)










