News of Thursday, 17th October 2024
નિલ્સ ગ્રીન એવન્યુ સોસાયટીમાં નવરાત્રી પર્વની ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી

રાજકોટ :.. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે નીલ સીટી કેમ્પસમાં આવેલ નિલ્સ ગ્રીન એવન્યુ સોસાયટીમાં ભક્તિ ભાવપૂર્વક નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સોસાયટીના અને કેમ્પસના નાના-નાના દીકરા દીકરીઓ દ્વારા રોજે રોજ આકર્ષક કળતિઓ રજૂ કરવામાં આવી હતી તમામ બાળકોના જુદા જુદા ગ્રુપ બનાવામાં આવ્યા હતા જેમાં કોરિયોગ્રાફર તરીકે ભૂમિબેન દેવાણી,રીંકલબેન પીપળીયા, પ્રતિભાબેન જોશી,કિરણબેન ચાવડા,દીપલબેન કનેરીયા,રીંપલબા ઝાલા અને રૂપાબેન રૂપાવેલીયાએ સેવા આપી હતી ગરબીનું આયોજન તેજસભાઈ દેવાણી,મિલનભાઈ પીપળીયા,મનોહરસિંહ રાયજાદા,સુધીરભાઈ રૂપારેલીયા, દેવુભાઈ ત્રિવેદી, સંજયભાઈ ડવ, વિજયભાઈ મહેતા સહિત સોસાયટીના તમામ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું હતું.તમામ બાળકોને સોસાયટીના વડીલ ઉમાબા, મધુબેન પટેલ, ઈન્દુબા ચૌહાણ, રમેશભાઈ પટેલ, ઉષાબેન જોષી, વિજયભાઈ વસાણીના હસ્તે લાણી આપવામાં આવી હતી. સોસાયટીના તમામ પરિવારજનો અને ગરબીમાં રમતા બાળકોના વાલીઓ ઉત્સાહભેર નવરાત્રી પર્વમાં જોડાઈ તન-મન-ધનથી સહકાર આપ્યો હતો.
(4:12 PM IST)










