<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

નેનોમાં ચોરખાનુ બનાવી અડધા લાખનો દારૂ ભરી રાજસ્‍થાનથી રાજકોટ આવેલા બે પકડાયા

પીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ હુણ, ત્રાજીયાની ટીમે નવાગામ નજીક બંનેને દબોચી લીધાઃ કરણભાઇ મારૂ, કુલદીપસિંહ જાડેજા અને યુવરાજસિંહ રાણાની બાતમી

રાજકોટ તા. ૧૮: તહેવારો નજીક આવતાં જ નાના મોટા બૂટલેગરો સક્રિય થઇ ગયા છે. બહારના રાજ્‍યમાંથી દારૂ લાવવાનું ફરી શરૂ થયું છે. દરમિયાન પીસીબીની ટીમે રાજકોટ-અમદાવાદ હાઇવે પર નવાગામ નજીક બે રાજસ્‍થાની શખ્‍સને નેનો કારના ચોરખાનામાં છુપાવેલા દારૂના જથ્‍થા સાથે પકડી લીધા છે.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. કરણભાઇ મારૂ, કોન્‍સ. કુલદિપસિંહ જાડેજા અને યુવરાજસિંહ રાણાને બાતમી મળતાં જીજે૦૧આરએ-૭૦૩૧ નંબરની નેનો કાર નવાગામ જુના કુવાડવા પોલીસ સ્‍ટેશન નજીક આંતરી લેવાઇ હતી. ચેક કરતાં પહેલા તો કંઇ મળ્‍યું નહોતું. પરંતુ પાછળના ભાગે ઝીણવટભરી તપાસ કરતાં ડેકીમાં ચોરખાનુ મળી આવ્‍યું હતું. જેમાંથી રૂા. ૪૬૧૦૦ના ૧૮૦ એમએલના ઓલ સીઝન વ્‍હીસ્‍કીના ૪૬૧ નંગ ચપલા મળી આવ્‍યા હતાં.

પોલીસે રતનલાલ હરિકિશન લુહાર (ઉ.૨૩-રહે. ૩૨૦-જાટ મહોલ્લા, સરેરી તા. હુરડા જી. ભીલવાડા રાજસ્‍થાન) અને કાલીકાપ્રસાદ સત્‍યનારાયણ કુમાવત (ઉ.૩૫-રહે. કુમાવત મહોલ્લા, સરેરી જી. ભીલવાડા રાજસ્‍થાન)ને પકડી લઇ ૫૦ હજારની કાર, દારૂ, મોબાઇલ મળી રૂા. ૯૬૬૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. આ દારૂ રાજકોટ નજીક કોઇને પહોંચાડવાનો હતો. પરંતુ એ પહેલા પોલીસે બંનેને પકડી લીધા હતાં.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સુચના અનુસાર ઇન્‍ચાર્જ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, પી. બી. ત્રાજીયા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, હેડકોન્‍સ. ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, કરણભાઇ મારૂ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કિરતસિંહ ઝાલા, રાહુલગીરી ગોસ્‍વામી, ગિરીરાજસિંહ જાડેજા, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા, કુલદીપસિંહ જાડેજા, દેવરાજભાઇ કલોતરા અને વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર તથા હિરેનભાઇ સોલંકીએ આ કામગીરી કરી હતી.

(2:34 PM IST)