<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

રઘુવંશી યુવા શકિત સંઘ આયોજીત શસ્ત્રપુજામાં ડો.ગોપાલ વિઠલાણીનું સન્માન

રાજકોટ,તા. ૧૮ઃ તાજેતરમાં દશેરા નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી યુવા શકિત સંઘ દ્વારા શાસ્ત્રોકત શસ્ત્રપુજાનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં અંદાજીત ૧૧૦૦ જેટલા રઘુવંશી યુવાનો જાડાયા હતા. જેમાં સામાજીક અગ્રણીઅો તેમજ વરિષ્ઠ લોકોનું સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે ગુજરાતનું ગૌરવ તથા લોહાણા મહાપરિષદ ઍવોર્ડ મેળવેલ તેવા સાયબર ગુરૂ ડો. ગોપાલ વિઠલાણી(મો. ૮૧૪૦૯ ૫૬૭૮૯)નું સન્માન સંઘ દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી દર્શિતાબેન શાહ, શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી, મુકેશભાઇ દોશી ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. સ્વાતંત્ર્ય સેનાની પરિવારના નેશનલ રાયફલ શૂટર નંદન વિઠલાણીઍ પોતાની જર્મન રાયફલની વિધિવત રીતે શસ્ત્ર પુજા કરી હતી. તમામ આયોજનની પૂર્વ તૈયારીઅો સંઘના પ્રમુખ ધવલ કાછેલા, કાનૂની સલાહકાર જયભારત રમેશભાઇ ધામેચા, પાર્થ અશ્વિનભાઇ જાબનપુત્રા, કુલદીપ રઘુવંશી સહિતના હોદેદારોઍ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભભાઇ કથીરીયાઍ શુભેચ્છાઅો પાઠવી હતી.

(2:40 PM IST)