News of Friday, 18th October 2024
ખાતેદાર ખરાઇ અંગે ‘‘રીજેકટ'' થયેલ ઢગલાબંધ અરજીઓ ફરી આવશેઃ અરજી માટે અરજદારોને કલેકટર તંત્રની મંજૂરી
હવે ૬-૪-૧૯૯પના નવા પરિપત્ર મુજબ ખરાઇ કરાશેઃ અત્યાર સુધી ૧૯પપ થી બધુ જોવાતું હતું

રાજકોટ તા. ૧૮: તાજેતરમાં રાજય સરકારે બનીખેતીના કેસોમાં મહત્વનો સુધારો કરી ૬-૪-૧૯૯પ થી જે તે અરજી કરનાર ખાતેદાર છે કે તે જોવાનો રાજકોટ કલેકટર સહિત તમામ કલેકટરને આદેશ પાઠવ્યો છે. જેના પરિણામે આગામી ૧ાા થી ર મહિનામાં આ પરિપત્રની જબરી અસર થનાર છે.
દરમિયાન આજે કલેકટર કચેરીના ટોચના અધિકારી સૂત્રોએ ‘‘અકિલા''ને જણાવેલ કે ૬-૪-૧૯૯પના પરિપત્રને કારણે અગાઉ બીનખેતીમાં મૂકાયેલ અને ખાતેદાર ખરાઇ ન થતી હોય તેવી રીજેકટ થયેલ ઢગલાબંધ અરજીઓ ફરી રાજકોટ કલેકટર તંત્ર સમક્ષ મૂકાશે, આ બાબતે કલેકટરશ્રી પ્રભવ જોષીએ ‘‘અકિલા''ને જણાવેલ કે જેમની અરજીઓ અગાઉ રીજેકટ થઇ છે, તે તમામ અમારી સમક્ષ ફરી અરજી કરી શકશે, તંત્રની આમાં મંજુરી છે.
અત્રે એ નોંધનીય છે, એક મહિના જે નવો પરિપત્ર તે પહેલા બીનખેતીમાં ખેડૂત ખાતેદાર છે કે નહીં, તે અંગે ૧૯પપ થી બધુ જોવાતું હતું, પરીણામે અનેક અરજદારોની ફાઇલો રદ્દ થતી હવે ૬-૪-૧૯૯પનો નવો પરિપત્ર આવ્યો છે, એટલે રાજકોટ કલેકટર તંત્ર સમક્ષ રીજેકટ થયેલી ફાઇલોને બીનખેતી કરાવવા અંગે ઢગલાબંધ નવેસરથી અરજીઓ આવશે તેમ સૂત્રો ઉમેરી રહ્યા છે.
(2:40 PM IST)










