<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

રાષ્‍ટ્રીયશાળામાં યોજાશે નોખુ અનોખું સ્‍નેહમિલન

નવા વર્ષના પ્રારંભ પ્રસંગે ર નવેમ્‍બરે આ વખતનું સ્‍નેહમિલન સ્‍નેહાળ, પોતિકુ, સંભારણું બને અને તેના થકી સામાજીક સંબંધોનું મુલ્‍ય સમજાય, સંબંધોની માવજત થાય અને એકતાની દોર વધુ મજબુત બને તેવા પ્રયત્‍નો

રાજકોટ તા. ૧૮: દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને આપણે સૌ આ તહેવારની ઉજવણીની તૈયારીમાં ધીરે ધીરે વ્‍યસ્‍ત થતાં જઇએ છીએ. આપણા જીવનમાં ખુશી અને પ્રકાશ લાવનારા આ પર્વ ઉપર આપણા નવા વર્ષની શરૂઆત થાય છે અને આપણે બધા એક બીજાને જુદા જુદા માધ્‍યમથી સાલ મુબારક એટલે કે નુતન વર્ષાભિનંદન પાઠવીએ છીએ. આજના સોશિયલ મીડિયાના સમયમાં રૂબરૂ મળવાનું ઓછું અને નવા વર્ષની શુભેચ્‍છા ડીજીટલી પાઠવી દેવાનું ચલણ વધતું જાય છે.

મહાત્‍મા ગાંધી સ્‍થાપિત રાષ્‍ટ્રીયશાળા રાજકોટના જાહેર જીવન માટેનું કેન્‍દ્ર રહ્યું છે. અહીંની પરંપરા રહી છે કે સમાજ જીવનના અને નગરના શ્રેષ્‍ઠિઓ નવા વર્ષની શરૂઆત સાથે મળીને ગાંધીજીની આ પવિત્ર ભૂમિ ઉપર કરતાં રહ્યા છે. આજ શૃંખલાને આપણે આગળ વધારીએ.

આમ તો રાષ્‍ટ્રીય શાળામાં દિવાળીના બીજા દિવસે દાયકાઓથી સ્‍નેહમિલન યોજાય જ છે અને શહેરના વિવિધ રાજકીય અગ્રણીઓ અને અન્‍ય પ્રતિષ્‍ઠિત નાગરિકો ઉપસ્‍થિત રહીને એક-બીજાને નવા વર્ષની શુભેચ્‍છા પાઠવે જ છે પરંતુ કેટલાંક સૂચનોને માન આપીને આ વખતનું સ્‍નેહમિલન વધુ ‘‘સ્‍નેહાળ'' બને, વધુ ‘‘પોતીકુ'' બને અને એક ‘‘સંભારણું'' બની તેવો પ્રયત્‍ન છે. આ સ્‍નેહમિલન થકી સામાજિક સંબંધોનું મુલ્‍ય સમજાય, સંબંધોની માવજત થાય અને એકતાની દોર વધુ મજબુત બને તેવો પ્રયત્‍ન હોવાનું જણાવાયું છે.

દરેકનાં નવા વર્ષની શરૂઆત એક સારી રીતે, યાદોના સંભારણા સાથે થાય તેવા પ્રયત્‍નોને સફળ બનાવવા અપિલ કરાઇ છે.

તો આવો...આ વખતે નવા વર્ષની શરૂઆતને યાદગાર બનાવીએ....સંબંધોને વધુ ઉજાગર કરીએ. તથા ભારતીય સંસ્‍કૃતિ અને સંસ્‍કારને ઉજજવલ બનાવીએ.

તા. ૦ર-૧૧-ર૦ર૪ શનિવાર, સમયઃ સવારે ૦૯-૦૦ થી ૧૦-૩૦, સ્‍થળઃ રાષ્‍ટ્રીય શાળા પ્રાંગણ.

તેમ મનસુખભાઇ જોષી (પ્રમુખ રાષ્‍ટ્રીયશાળા ટ્રસ્‍ટ), જયંતિભાઇ કાલરિયા (ઉપ પ્રમુખ રાષ્‍ટ્રીયશાળા ટ્રસ્‍ટ) અને જીતુભાઇ ભટ્ટ (મેનેજીંગ ટ્રસ્‍ટી રાષ્‍ટ્રીયશાળા ટ્રસ્‍ટ) એ જણાવ્‍યું છે.

(4:18 PM IST)