<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

મનપાને દિવાળી ફળીઃ ફટાકડા માટે પ્‍લોટ ભાડે આપશેઃ ૫.૩૮ લાખની આવક

૩૦×૧૫ ફુટના ૩૪ પૈકી ૨૧ સ્‍ટોલની બોલી બોલાઇ

રાજકોટ તા.૧૯: મહાનગરપાલિકાના વિવિધ વિસ્‍તારમાં આવેલ ૩૪ ટી.પી. પ્‍લોટમાં ફટાકડા સ્‍ટોલ તથા સીઝનલ વ્‍યવસાય માટે જગ્‍યા હરરાજી કરવામાં આવતા ૨૧ સ્‍ટોલના ભાવ આવતા તંત્રને ૫.૩૮ લાખની આવક થવા પામી છે.

આ અંગેની પ્રાપ્‍ત માહીતી મુજબ મહાનગરપાલિકા હસ્‍તકના શહેરમાં આવેલ નાનામવા સર્કલ, સાધુ વાસવાણી રોડ રાજ પેલેસ સામેના પ્‍લોટ તથા પ્રમુખ સ્‍વામી ઓડિટોરિયમની બાજુમાં આવેલ પ્‍લોટ તથા સાધુ વાસવાણી રોડ શાક માર્કેટ સામે આવેલ તથા રાજનગર મેઈન રોડ, ધરતી હોન્‍ડાની સામે આવેલ પ્‍લોટ તથા ટી.પી.નં.૨૬(મવડી), એફ.પી.નં.૪/એ, સુવર્ણભૂમિની બાજુમાં આવેલ તથા ટી.પી.નં.૧૬(રૈયા), એફ.પી.નં.૪૨/એ નંદ હાઈટસની બાજુમાં આવેલ તથા અમીન માર્ગ કોર્નર, ઝેડ-બ્‍લૂની સામે આવેલ પ્‍લોટ મળીને કુલ-૦૮ ટી.પી પ્‍લોટસમાં તા.૨૨થી તા.૩૧ ઓકટોબર સુધી દિવસ ૧૦ માટે દિવાળી તહેવાર નિમિતે ફટાકડાના વ્‍યવસાય તથા સીઝનેબલ વ્‍યવસાય માટે સ્‍ટોલ ફાળવવાની જાહેર હરરાજી કરવામાં આવી હતી. જેમાં પ્રત્‍યેક સ્‍ટોલની સાઇઝ ૩૦ ફુટ ૧૫ ફુટ રાખવામાં આવેલ. જેમાં ૩૪ સ્‍ટોલ પૈકી ૨૧ સ્‍ટોલ માટે અરજદારો દ્વારા ભાવ બોલવામાં આવેલ. જે અન્‍વયે રાજકોટ મહાનગરપાલિકાને કુલ મળીને રૂ.૫,૩૮,૦૦૦ની આવક રાજકોટ મહાનગરપાલિકાને થયેલ છે.

(3:12 PM IST)