<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

નાગરીક બેંકની ૧૦ લાખ ૭ર હજારની બાકી પ્રશ્‍ને ફલેટનો કબજો લેતા મામલતદાર

સર્કલ ઓફીસર સત્‍યમ શેરસીયાએ સીલ મારી દિધું: બેંકને કબજો સોંપી દેવાયો...

રાજકોટ તા. ૧૯: જીલ્લા કલેકટરની સુચના બાદ આજે ફરી પૂર્વ વિસ્‍તાર મામલતદાર ચાવડા અને સર્કલ ઓફીસર શ્રી સત્‍યમ શેરસીયાએ બેન્‍ક સિકયુરાઇટેઝશન એકટ હેઠળ નાગરીક બેંકની ૧૦ લાખ ૭ર હજારની બાકી પ્રશ્‍ને ફલેટનો કબજો લઇ નાગરીક બેંકને સોંપી દીધો હતો.બેંકમાંથી સંગીતાબેન ઉજેરીયા, જીજ્ઞેશભાઇ ઉજેરીયા અને અજમેરીયા પરષોતમભાઇએ સત્‍યમ પાર્કના ફલેટ ઉપર લોન લીધી હતી, જે નહીં ભરતા વ્‍યાજ સહિતની વસૂલાત સંદર્ભે કલેકટરશ્રીના હુકમ બાદ કબજો લેવા નોટીસ અપાયેલ અને લોન નહીં ભરતા ફલેટનો કબજો લઇ નાગરીક બેંકના અધીકારીને સોંપી દઇ કલેકટરને રીપોર્ટ કરી દેવાયો છે

(3:29 PM IST)