<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

છેલ્લા ૨ દિ'માં ૬ કીલો પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્‍ત

૮૩ વેપારીઓને રૂા. ૨૩,૭૦૦નો દંડ

રાજકોટ,તા.૨૧ : મહાનગરપાલિકા દ્વારા પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ મેનેજમેન્‍ટ (એમેન્‍ડમેન્‍ટ) રૂલ્‍સ-૨૦૨૧ અન્‍વયે તારીખ ૧૯  થી ૨૦  એમ કુલ ૨ દિવસમાં ત્રણેય ઝોન વિસ્‍તારમાં અલગ અલગ મુખ્‍ય માર્ગો પર સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા. ૧૯  થી ૨૦  એમ કુલ ૨ દિવસ દરમ્‍યાન ત્રણેય ઝોનમાંથી કુલ ૮૩  પાસેથી ૬.૪૨૮ કી.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. ૨૩૭૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

 આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ઝુંબેશ દરમ્‍યાન સેન્‍ટ્રલ ઝોનનાવિવિધ મુખ્‍ય માર્ગો પર ઝુંબેશરૂપે -તિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૨૬ આસામીઓ પાસેથી ૪.૦૭  કિ.ગ્રા. -તિબંધિત પ્‍લાસ્‍ટીક  જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૫૭૫૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

  વેસ્‍ટ ઝોનના વિવિધ મુખ્‍ય માર્ગોપર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૧૫ આસામીઓ પાસેથી  ૦.૭૫  કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક  જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૩૫૫૦ નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

 ઈસ્‍ટ ઝોનનાવિવિધ મુખ્‍ય માર્ગોપર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૪૨ આસામીઓ પાસેથી ૧.૬૦૮ કિ.ગ્રા.પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક જપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૧૪૪૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

 ઉપરોક્‍ત કામગીરી મ્‍યુનિસિપલ કમિશનરશ્રીની સુચના અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનરશ્રીના  માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર/ સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્રારા કરવામાં આવ્‍યું હતું.

(2:54 PM IST)