<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

ચાર બાઇકચોરીનો ભેદ ગાંધીગ્રામ પોલીસે ઉકેલ્‍યોઃ માધાપરના વિક્રમસિંહની ધરપકડ

મસરીભાઇ ભેટારીયા, પ્રદિપભાઇ ડાંગરની બાતમીઃ પીઆઇ કે. જે. કરપડા, પીએસઆઇ ગોહિલ, શબ્‍બીરખાન મલેક, ભગીરથસિંહ અને ટીમની કાર્યવાહી

રાજકોટઃ વાહનચોરી, ઘરફોડ ચોરીઓના ગુના અટકાવવા અને આવા ગુના બન્‍યા હોય તો ડિટેક્‍ટ કરવા ગાંધીગ્રામ પોલીસની ટીમ કાર્યરત હતી ત્‍યારે હેડકોન્‍સ. મસરીભાઇ ભેટારીયા, કોન્‍સ. પ્રદિપભાઇ ડાંગરને મળેલી બાતમી પરથી વિક્રમસિંહ ભવાનસિંહ રાણા (ઉ.વ.૪૮-રહે. માધાપર ગામ ઇશ્વરીયા પાર્ક સોસાયટી-૧)ને જામનગર રોડ પર માધાપર ચોકડી ઓવરબ્રીજ પાસેથી પકડી લીધો હતો. તે ચોરાઉ બાઇક ફેરવતો હોવાની બાતમી હોઇ તેની પાસેના વાહનના કાગળો માંગતા ગલ્લા તલ્લા કર્યા બાદ ગાયત્રીધામ સોસાયટી-૩માંથી ચોરી કર્યાનું કબુલતાં તેની ધરપકડ કરી હતી. વધુ પુછતાછમાં અન્‍ય ત્રણ વાહનો પણ ગાંધીગ્રામ પોલીસની હદમાંથી ચોરી કર્યાનું કબુલતાં આ વાહનો પણ જપ્‍ત કરાયા હતાં. મજુરી કામ કરતાં આ શખ્‍સે મોજશોખ પુરા કરવા વાહનોની ચોરીઓ કર્યાનું રટણ કર્યુ હતું. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઇની સુચના અનુસાર પીઆઇ કે. જે. કરપડા, પીએસઆઇ એસ. એલ. ગોહિલ, હેડકોન્‍સ. મસરીભાઇ ભેટારીયા, ભગીરથસિંહ જાડેજા, શબ્‍બીરખાન મલેક, કોન્‍સ. અમીનભાઇ ભલુર, રોહીતદાન ગઢવી, મુકેશભાઇ સબાડ, પ્રદિપભાઇ ડાંગર, રઘુવીરસિંહ જાડેજા, ભરતભાઇ મકવાણા, પ્રશાંતભાઇ ગજેરાએ આ કામગીરી કરી હતી.

(3:32 PM IST)