<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

મનપા પરિસરમાં અધિકારીઓ- કર્મચારીઓને હેલ્‍મેટ વિના પ્રવેશ નહીં

‘ઘોડા છૂટયા બાદ તબેલાને તાળા' જેવો ઘાટ

રાજકોટ,તા. ૨૧: રાજયમાં વધતા જતા માર્ગ અકસ્‍માતો અને તેનાથી થતી ગંભીર ઇજા તથા મૃત્‍યુના બનાવો ધ્‍યાને લેતાં માર્ગ સલામતી, લોકજાગૃતિ તથા ટ્રાફિક નિયમોનું પાલન અત્‍યંત જરૂરી છે. દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્‍મેટનો ઉપયોગ એ કાયદાનું પાલન ઉપરાંત વ્‍યક્‍તિની સુરક્ષા સુનિヘતિ કરે છે, જેના પરિણામે માર્ગ અકસ્‍માતો વખતે ગંભીર ઇજાઓ અને મૃત્‍યુની શક્‍યતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય તેમ છે. આથી, રાજય સરકારના તમામ સરકારી કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા જવાબદારીપૂર્વક કાયદા પાલન અને સલામતી/સુરક્ષા માટે વાહન ચલાવતા સમયે નિયત ધોરણસરનો હેલ્‍મેટ ફરજીયાતપણે ઉપયોગ કરે તે આવશ્‍યક છે. આજે બપોરે ડે.કમિશનરન હર્ષદ પટેલ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્‍યો હતો. પરંતુ મનપામાં ‘ઘોડા છૂટયા બાદ તબેલાને તાળા'જેવો ઘાટ જોવા મળ્‍યો હતો.. કેમ કે સવારે જ કચેરીમાં દંડ વસુલવાની કામગીરી શરૂ કયા બાદ આદેશો બહાર આવ્‍યા.

દ્વિચક્રી વાહન ચલાવતા સમયે હેલ્‍મેટ પહેરવું ફરજિયાત હોવાથી, સરકારની પુખ્‍ત વિચારણાને અંતે રાજયની તમામ સરકારી કચેરીઓનાં પરિસરમાં દ્વિચક્રી વાહન મારફતે આવતા-જતા અધિકારીઓ- કર્મચારીઓ-સ્‍ટાફ કે જે દ્વિચક્રી વાહન (મોટર સાઇકલ, સ્‍કુટર વગેરે) પર આવતા-જતાં વાહનચાલક તથા પાછલી સીટ પર બેસનાર અધિકારીઓ/કર્મચારીઓએ ફરજીયાતપણે, નિયત ધોરણસરનું હેલ્‍મેટ પહેરીને જ સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ લેવાનો રહેશે, અન્‍યથા તેઓને સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ

અટકાવી શકાશે. રાજય સરકારશ્રીના પરિપત્ર મુજબ દ્વિચક્રી વાહન મારફતે આવતા-જતા અધિકારીઓ- કર્મચારીઓ-સ્‍ટાફ કે જે દ્વિચક્રી વાહન (મોટર સાઇકલ, સ્‍કુટર વગેરે) પર આવતા-જતાં વાહનચાલક તથા પાછલી સીટ પર બેસનાર અધિકારીઓ/કર્મચારીઓએ ફરજીયાતપણે, નિયત ધોરણસરનું હેલ્‍મેટ પહેરીને જ સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ કરે તે અંગેની જાણ પોતાના પોતાના તાબા હેઠળના તમામ અધિકારી/કર્મચારીઓને કરવા તેમજ આ સુચનાનો ચુસ્‍તપણે પાલન કરવા તેમજ કરાવવા આથી તમામ શાખાધિકારીઓને પરિપત્ર પાઠવવામાં આવ્‍યો છે.

(3:56 PM IST)