<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

રાજકોટની ટી. પી. સ્‍કીમ નં. ૧૪ (ડ્રાફટ)ને મંજૂરીની મહોર મારવા ખેડૂત ખાતેદારોની મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલને રજૂઆત

મુખ્‍યમંત્રી દ્વારા ત્‍વરીત કામગીરી કરવા ખાતરીઃ ઉદય કાનગડની ઉપસ્‍થિતિ

રાજકોટઃ ટી.પી.સ્‍કીમ નં. ૧૪ (ડ્રાફટ) સને ર૦૦૧માં મંજુર કરવામાં આવેલ. આ સ્‍કીમ ફાઇનલ કરવા સરકારશ્રીમાં સાદર કર્યાને લગભગ દોઢ વર્ષથી વધુ સમય થયેલ. આ સ્‍કીમ ફાઇનલ ન થવાને કારણે વિસ્‍તારના વિકાસ કામો અટકી પડેલ યછે. તેથી આ સ્‍કીમ ફાઇનલ કરી પરત મોકલવા અસરગ્રસ્‍ત ખેડુત ખાતેદારો દ્વારા મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને રજુઆત કરવામાં આવી હતી. ટી.પી. ૧૪ ફાઇનલ બાબતે રાજકોટ પુર્વના ધારાસભ્‍ય શ્રી ઉદય કાનગડ સાથે ખેડુત પ્રતિનિધિ તરીકે પાંચ ખેડુત ખાતેદારો પરષોતમભાઇ રામાણી, ગણેશભાઇ પરસાણા, દેવરાજભાઇ લુણાગરીયા, અશ્વીનભાઇ તંતી, બાબુભાઇ લુણાગરીયા મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલની મુલાકાત લીધી હતી. મુખ્‍યમંત્રીશ્રીએ મુલાકાતમાં ખેડુત પ્રતિનિધિઓની રજુઆત સાંભળી કીધુ કે આ પહેલા વધારે કામના ભારણના હિસાબે તમારૂ કામ રહી ગયેલ હતું. પરંતુ તમારા ટી.પી.સ્‍કીમ નંબર ૧૪ (મોરબી રોડ) આઠ દિવસમાં ફાઇનલ કરી આપવામાં આવશે. આમ મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલની મુલાકાત ખુબ જ ફળદાયી રહી, એના માટે ઉદય કાનગડનો આભાર વ્‍યકત કરવામાં આવ્‍યો હોવાનું જણાવાયું છે.

(4:01 PM IST)