તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 21st October 2024
શહેર ભાજપ દ્વારા સક્રિય સભ્ય સદસ્ય અભિયાનનો પ્રારંભ
મુકેશ દોશી, રમેશભાઇ ટીલાળા, અશ્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, જીતુભાઇ મહેતા સહિતના ફોર્મ ભર્યા : કાલથી દરેક વોર્ડમાં વ્યવસ્થા ગોઠવાશે

ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અભિયાન-૨૦૨૪ ના ના વડપણ હેઠળ છેલ્લા ૪૫ દિવસથી રાજયમાં સદસ્યતા અંતર્ગત આજરોજથી ૧૦૦ કે તેથી વધુ પ્રાથમિક સભ્ય બનાવેલા કાર્યકર્તાઓને સક્રિય સભ્ય બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત સૌ પ્રથમ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ સક્રિય સભ્યનું ફોર્મ ભરી અને પોતાની નોંધણી સક્રિય સદસ્યતા અભિયાનનો રાજકોટ શહેરમાં પ્રારંભ કરાવ્યો છે. તેમની સાથે રાજકોટ વિધાનસભા-૭૦ ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા તથા ભાજપ અગ્રણી જીતુભાઈ મહેતા એ પણ પોત પોતાના સક્રિયના ફોર્મ ભરી ભાજપ કાર્યાલયે સુપરત કરેલ હતા. શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ આ તકે જણાવ્યું હતું કે દેશમાં ચાલતા સદસ્યતા અભિયાનમાં ગુજરાત પણ અગ્રેસર છે તે માટે સૌ કાર્યકર્તાની મહેનત અને નિષ્ઠાને અભિનંદન છે. પ્રાથમિક સદસ્યતાની સાથે સાથે હવે સક્રિય સદસ્ય બનાવવાનું અતિ મહત્વનું કાર્ય પણ આજ રોજથી ચાલુ થયું છે. સક્રિય સદસ્યતા અભિયાનએ પ્રવેશોત્સવ પછી ગુણોત્સવ માટેનો અવસર છે. આ સક્રિય સભ્યની નોંધણી માટે આવતીકાલે તા. ૨૨ ના રોજ સવારે ૧૦ કલાકેથી દરેક વોર્ડમાં ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેથી કોઈ પાયાના કાર્યકર્તાને સક્રિય સભ્યની નોંધણી કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તેમ અંતમાં જણાવ્યું હતું. સક્રિય સદસ્યતા અભિયાનની રાજકોટ મહાનગરના ઈન્ચાર્જ મહેશભાઈ રાઠોડ અને વિજયભાઈ પાડલીયા સાથે કાર્યાલય મંત્રી હિતેષભાઈ ઢોલરીયા, મદદનીશ કાર્યાલય મંત્રી શૈલેષ દવે, તેમજ રમેશભાઈ જોટાંગીયા, ચેતન રાવલ, ભાવીન ધોળકીયા, નલહરીભાઈ પંડિત, અજય સહિતના કામગીરી સંભાળી રહ્યા છે.
(4:02 PM IST)










