બુધવારે બચ્ચન અને બપ્પીના ગીતોની રમઝટ
આર.ડી. ગ્રુપ દ્વારા હેમુ ગઢવી હોલમાં સંગીત મહેફીલઃ વર્સેટાઇલ સીંગર પાર્થો પ્રતીમ અને વોઇસ ઓફ કિશોરકુમાર, દેવાંગ દવે શ્રોતાઓને ડોલાવશેઃ સ્ટેજ પરફોર્મર કવીન મયુરી સોની જમાવટ કરશેઃ એન્કરીંગ-સંચાલન તેજશ શીશાંગીયા સંભાળશે

રાજકોટ તા.૨૧: આર.ડી. ગ્રુપ રાજકોટ રાકેશભાઇ પોપટ અને પરેશભાઇ પોપટ દ્વારા બુધવારે રાત્રે હેમુગઢવી હોલમાં રાત્રે ૯:૩૦ કલાકથી સંગીતકી મહેફીલનું આયોજન કરાયું છે.
રાજકોટમાં આ પ્રકારનો નવીનતમ સંગીતમય કોન્સર્ટ પ્રથમ વખત યોજાઇ રહયો છે
મિલેનીયમ ફીલ્મ સ્ટાર અમીતાભ બચ્ચનની ફીલ્મી સફર ખુબજ શાનદાર રહી છે. આજે પણ ૮૦ વર્ષની ઉંમરે બોલીવુડમાં ધમાલ મચાવે છે. તેમની ફિલ્મ કારકીર્દી ૫૫ વર્ષથી વધુ સમયથી કાર્યરત છે. તે દરમ્યાન તેઓએ અનેક મુેગા હિટસ ફીલ્મો જેવી કે આનંદ, નમકહરામ, જંજીર, મજબુર, જમીર, શોલે, હેરાફેરી, અદાલત, કભી કભી, પરવરીશ, અમર અકબર એંથની, કશ્મેવાદે, મુકદર કા સીકંદર, ત્રીશુલ, ડોન સહિત મેગા હિટ ફીલ્મો સિવાય ૧૦૦થી વધુ ફિલ્મોમાં અમીતાભ બચ્ચન અભીનય કરી ચુકયા છે અને આમાની મોટા ભાગની ફિલ્મોમાં તેઓ પર ફીલ્માવાયેલા ગીતો ચીરસ્મરણીય બની રહયા છે.
આવી જ રીતે બોલીવુડ હિન્દ ગીતોમાં મ્યુઝીક ડીરેકટર તરીકે જેમણે ખુબજ લોકચાહના મેળવી છે અને બોલીવુડ તેમને ડીસ્કો કીંગનું બીરૂદ આપેલ છે. તેવા સ્વ.બપ્પી લહેરીનું સંગીતક્ષેત્રે આપેલ યોગદાન સંગીત શોખીનો કયારેય ભુલી શકશે નહીં. બપ્પી લહેરી હિન્દી તથા બંગાળી ફિલ્મ સંગીતક્ષેત્રે કાર્યરત હતા.
તેઓ તેમની કારકીર્દી દરમ્યાન હીન્દી ફિલ્મોમાં ડીસ્કો મ્યુઝીક લાવ્યા હતા. તેઓએ ડીસ્કો ડાંસર, નમક દલાલ, ડાન્સ ડાન્સ, શરાબી, ચલતે-ચલતે તોહફા, થાનેદાર, આંખે કસમ પૈદા કરને વાલે કી, સાહેબ, હીંમતવાલા, ગીરફતાર સહિત અનેક ફિલ્મોમાં પોતાનું સંગીત આપ્યુ છે અને ઘણી બધી પોતાની મ્યુઝીક ડીરેકટર કરેલી ફિલ્મોમાં તેઓએ પોતાનો કંઠ આપ્યો છે.
અમીતાભ બચ્ચન અને બપ્પી લહેરીની આ જુગલબંધીને લઇ આર.ડી. ગ્રુપ દ્વારા આ કાર્યક્રમની સફળતા માટે કલકતાથી રાજકોટ પ્રથમવાર રાજકોટ આવતા આજના યુવા ગાયક પાર્થો પ્રતીમને આમંત્રીત કર્યા છે. જેઓ વર્સટાઇલ અને વેરાયટી સીંગર છે અને વોઇસ ઓફ બપ્પી લહેરી તો છે જ સાથે તેનઓ ફીમેલ વોઇસમાં લતા-મંગેશકર, આશા ભોંસલે તથા અન્ય પ્લેબ્રેક સીંગરનાં અવાજને હુબહુ રજુ કરી શકે છે જે ઇશ્વરની તેમના પર કૃપા છે. તેઓ ગુજરાતમાં રાજકોટ ખાતે પ્રથમવાર આવી રહ્યા હોય સંગીત ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ કોન્સર્ટ કિશોરકુમારના ગીતો વગર અધુરો ન રહે તે માટે રાજકોટમાં જેમણે પોતાની લાજવાબ ગાયકી દ્વારા સંગીત શ્રોતાજનોમાં છેલ્લા ૧૮ વર્ષથી રાજકોટના શ્રોતાઓને પોતાના અવાજના જાદુથી લોકોના દીલમાં સ્થાન મેળવી લીધુ છે તેવા સુરતથી વોઇસ ઓફ કીશોરકુમાર દેવાંગ દવે શ્રોતાઓને ડોલાવી દેશે.
આ બન્ને કલાકારોને પોતાના લાજવાબ અવાજ અને સ્ટેજ પરફોર્મર કવીન મયુરી સોની અમદાવાદ થી આવે છે. શેરોન પ્રભાકર, ઉષા ઉથ્થુયના ઘેરા અવાજ સોથ લતા-આશાનાં ગીતોમાં પણ તેઓ ગુજરાતભરમાં સારી એવી લોકચાહના મેળવી ચૂકયા છે.
આ કાર્યક્રમનું સંગીત આપેલું એ લોઢાના ચણા ચાવવા જેવું છે. પરંતુ રાજરાણાનાં સંગીત સંચાલન હેઠળ ધુરંધર વાદ્યકો દ્વારા અમીતાભ બચ્ચન અને બપ્પી લાહીરીનાં આ કાર્યક્રમને સફળતાની ટોચ પર લઇ જશે.
કાર્યક્રમમાં અગત્યનું પાસુ જયારે ડીસ્કોકીંગ ના ગીતો ને વગાડવાનાં હોય ત્યારે રીધમ સેકશન એટલુ જ મજબૂત હોવું જરૂરી છે. જેટલું મેલોડીમાં મહેનત કરવી પડે. આપણા રાજકોટનાં યુવા અને અનુભવી રીધમ કન્ડકટર હિતેશ ઢાંકેચા એન્ડ ટીમ રાજકોટ વાસીઓને ૧૯૭પ થી ૧૯૮૦ નાં ગીતોને ફરીથી બપ્પી લહેરીની યાદ અપાવી દેશે.
આ સમગ્ર કાર્યક્રમ જયારે આર. ડી. ગ્રુપ, - આર. ડી. ઇવેન્ટ-રાજકોટ. રાકેશભાઇ પોપટ અને પરેશભાઇ પોપટ આયોજનમાં હોય, ત્યારે સમગ્ર કાર્યક્રમનું ક્રમશઃ સંચાલન તેજશ શીશાંગીયા કરશે.
સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ગાયકો - વાદ્યકારો વચ્ચે એક સંકલન કરવાની જવાબદારી સંભાળશે.
અને હા, અમીતાભ બચ્ચન અને બપ્પી લહેરીના ગીતો જયારે સ્ટેજ પરથી રજૂ થવાના હોય ત્યારે કોરસ વગર આવા ગીતોને રજૂ કરવા શકય જ નથી, ત્યારે રાજકોટનાં યુવા પ્રતીભા કલાકાર દર્શીત કાનાબાર અને ગ્રુપ દ્વારા કોરસની રજૂઆત આબેહુબ રજૂ થશે.
આર. ડી. ગ્રુપ રાજકોટ રાકેશભાઇ પોપટ અને પરેશભાઇ પોપટ (મો. ૯૭ર૪૪ ૮૧૦૧૦) દ્વારા રાજકોટ ખાતે આવા ધુરંધર કલકારોને રાજકોટ બોલાવી આપની સમક્ષ રજૂ કરવાના છે. ત્યારે આપ આપની ટીકીટની વ્યવસ્થા, વહેલાસર કરી લેશો. તેમ એકયાદીમાં જણાવાયું છે. આપ બુક માય શો પરથી ટીકીટ બુક કરી શકશે.










