<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

લોધીકાના છાપરા ગામમાં ધો. ૧૧ના છાત્રના આપઘાત પ્રકરણમાં આરોપીઓને કડક સજા કરવા સમાજની રજૂઆત

રાજકોટઃ લોધીકાના છાપરા ગામ ના વિદ્યાર્થી ધળવિલ વરુ જે મોટા વાળાની સ્‍કૂલમાં અભ્‍યાસ કરતો હતો સારા ટકા એ ધોરણ ૧૦ માં પાસ થતાં શિક્ષકોએ પેપરમાં ચોરીનો આળ મુકી વિદ્યાર્થી આપઘાત કરતા ભરવાડ સમાજમાં શોક ની લાગણી છવાઇ છે. અને આરોપી ઓને કડક સજા થાય અને પરીવાર ને સરકારી નોકરી મળે તેવી ઉચ્‍ચ કક્ષાએ રજુઆત કરવા મા આવશે

લોધીકાની છાપરા ગામમાં પ્રાથમિક શાળાના છાત્ર ધળવિલ ભરવાડ ના સુસાઇડ પ્રકરણમાં ભરવાડ સમાજના ધર્મગુરુ શ્રી ભરતપુરી બાપુ દેવીદાસ બાપુ કિશન ભગત રાજકોટ ભરવાડ સમાજના આગેવાનો રણજીત મુંધવા લખનભાઈ મુંધવા હરેશ ઝાપડા મશરૂ ભાઈ મુંધવા ગોંડલ ભરવાડ સમાજના આગેવાનો સામતભાઈ બાંભવા જેસાભાઈ ઝાપડા પાંચાભાઇ તારીયા સુરેન્‍દ્રનગર ભરવાડ સમાજના આગેવાન કાળુભાઈ માંગુડા સહિતના ભરવાડ સમાજના અગ્રણી આગેવાનો ધ્રુવિલના ઘરે સાંતવના પાઠવવા અને નરાધમ રાક્ષસ રૂપી શિક્ષકોને કડક માં કડક સજા થાય એવી માંગ કરેલ હતી.

(4:02 PM IST)