News of Monday, 21st October 2024
ઇન્ડિયન ડેન્ટલ એસોસીએશન-રાજકોટના પ્રેસીડેન્ટ તરીકે ડો. વૈશાલી ત્રિવેદીઃ સેક્રેટરી ડો.પ્રિયાંક કોટેચાની નિમણુંકઃ પદગ્રહણ
નેશનલ લેવલે સંસ્થા સાત દાયકાથી કાર્યરતઃ રાજકોટની બ્રાંચમાં ૬પ૦ થી વધુ સભ્યોઃ દાંતને લગતા રોગો માટે વર્ષ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો થશેઃ ડો. વૈશાલી ત્રિવેદી અને તેમની ટીમ ઉપર અભિનંદનવર્ષા

રાજકોટ : ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશનની રાજકોટ શાખાની સામાન્ય વાર્ષિક સભા માં નવી ટીમના પ્રેસિડેન્ટ તરીકે ડો. વૈશાલી ત્રિવેદી અને સેક્રેટરી તરીકે પ્રિયાંક કોટેચાનો પદ ગ્રહણ સમારોહ કાલાવડ રોડ પર આવેલ ફિનિકસ હોટેલ ખાતે યોજાયેલ આ સાથે જ ટ્રેઝરર તરીકે ઓમ જોશી, સીડીઇ ચેરમેન તરીકે ડો. બંદીશ ઝાલા, સીડીએચમાં ડો. બંસી તકવાણી તથા વુમન ડેન્ટલ કાઉન્સિલમાં ડો. અમિતા પટેલની નિમણૂક કરવામાં આવી હતી.
ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશનના રાષ્ટ્રીય સેક્રેટરી ડો. અશોક ધોબલે, ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન ગુજરાત ચેપ્ટરના પ્રેસિડેન્ટ અંકિત અટોદરિયા અને સેક્રેટરી ડો. ગોૈતમ મદન એ ડો. વૈશાલી આઇ ડી એ રાજકોટનું સુકાન સંભાળવા બદલ અભિનંદન પાઠવેલ
ડો. વૈશાલી ત્રિવેદીએ જણાવેલ કે એમની લીડરશીપમાં ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન ની રાજકોટ શાખા અલગ અલગ વય જૂથના બધા જ લોકો માટે દાંતની સંભાળ અને સારવારને લાગતા અલગ અલગ વિવિધ પ્રોગ્રામોનું આયોજન કરવા ધારે છે અને સોથ જ દંત સુરક્ષાને લગતી માહિતીનું મહત્તમ પ્રસારણ થાય એ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
ડો. વૈશાલી ત્રિવેદીએ જણાવેલ કે અમારી સંસ્થા નેશનલ લેવલે ૭૦ વર્ષથી કાર્યરત છે. હાલ સંસ્થામાં ૬૮૬ સભ્યો છે. દાંતને સંભાળને લગતા વર્ષભેર અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવે છે.
પ્રેસિડેન્ટ ડો. વૈશાલી ત્રિવેદીના ઉદબોધન બાદ સેક્રેટરી ડો. પ્રિયાંક કોટેચા એ વાર્ષિક અહેવાલ રજૂ કરેલ અને ટ્રેઝરર ઓમ જોષીએ આખા વર્ષનું હિસાબી સરવૈયું રજૂ કરેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. વૈશાલી ત્રિવેદી (મો. ૯૮૯૮૦ ૯પ૯૩૩) ડો. પ્રિયાંક કોટેચા, કોટેચા, (મો. ૮૦પ૦૦ રર૦૮૧) ડોકટર નિલેશ રૂઘાણી, ડો. બંદિશ ઝાલા (મો. ૮૧૬૦૦ ૭૯પ૬૭), ડોકટર તેજસ ત્રિવેદી, ડોકટર ઓમ જોશી અને ડોકટર નિધિ પટેલએ જહેમત ઉઠાવેલ હતી.
તસ્વીરમાં આઇડીએ-રાજકોટના પ્રેસીડેન્ટ ડો. વૈશાલી ત્રિવેદી અને ડો. બંદીશ ઝાલા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(4:04 PM IST)










