તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૮, બુધવાર
News of Monday, 21st October 2024
અનુસુચિત જાતી અધીકાર આંદોલન કમિટીના આવેદન બાદ કલેકટરે તાબડતોબ લેખીતમાં જવાબો આપ્યા
રજૂ થયેલ તમામ પ્રશ્નો અંગે કાર્યવાહી કરાયાનો અપાતો સંકેત

રાજકોટઃ તા. ૨૧: રાજકોટ જીલ્લા કલેકટરને આજે આવેદન અપાયા બાદ કલેકટરે તાબડતોબ અનુસુચિત જાતી અધીકાર આંદોલજને લેખીતમાં પ્રશ્નો અંગે જવાબ આપી દિધો હતો. તેમ આપના તા. ૧૩-૧૦-૨૦૨૪ ના આવેદનપત્ર અનુસાર અત્રે ે કેરલ રજુઆત મુજબની કાર્યવાહીની વિગતો આ મુજબ છે.
રાજકોટ તાલુકાના ગોૈરીદળ,ખીજડીયા, સોખડા અને કાળપાટ ગામે આવેલ અનુસુચિત જાતી સામુદાયીક ખેતી સહકારી મંડળીને ફાળવેલ જમીન અને શ્રીસરકાર દાખલ થયેલ અમુક જમીનમાં થયેલ દબાણ દુર કરવામાં આવેલ છે. અને તે જમીનમાં શ્રી સરકારના નોટીસ બોર્ડ લગાવવામાં આવેલ છે. બાકીની જમીનમાં દબાણ બાબતે સર્વેની કામગીરી કરી દબાણ જણાયે દબાણ દુર કરવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે. જેની જાણ થવા વિનંતી.
(૨)રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડના ઠરાવ નં. ૧૬૪ તા. ૦૭-૦૩- ૨૦૨૪ અનુસંધાને અત્રેથી કમિશ્નરશ્રી, રાજકોટ મહાનગરપાલિકાને નિયમોનુસાર કાર્યવાહી કરવા માટે જાણ કરેલ છે.(૩) રાજકોટ શહેરના પ્રેમમંદિર પાસેના રાજકોટ મહાનગરપાલિકા પ્લોટમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાવાળી જગ્યામાં ઝૂપડાઓ અને રહેણાંક મકાનની ખોટી યાદી બનાવવા બાબતે અત્રેથી કમિશ્નરશ્રી રાજકોટ મહાનગરપાલિકાને નિયમોનુસાર કાર્યવાહી કરવા માટે જાણ કરેલ છે. (૪) રાજકોટ શહેરના નાનામૌવા ખાતે સર્વે નં. ૧૧૪(૧) અને ૧૧૫ ડો. આંબેડકરનગર સુચીત સોસાયટીવાળી જગ્યામાં મુળ ખાતેદાર દ્વારા બીજી વખતના વેંચાણ દસ્તાવેજ બાબતેઅત્રે થી પોલીસ કમિશ્નરશ્રી રાજકોટ શહેરને નિયમોનુસાર કાર્યવાહી કરવા માટે જાણ કરેલ છે. (૫) કોઠારીયા ગામમાં લેન્ડ કમીટીમાં મંજુર થયેલ ૧૦૦ ચો.વા. ના પ્લોટની ફાળવણી બાબતે અત્રેથી કમિશ્નરશ્રી રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજકોટને નિયમોનુસાર કાર્યવાહી કરવા માટે જાણ કરેલ છે.
(4:27 PM IST)










